Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 345
________________ ૩૪૪ આગમ કથાનુયોગ-૧ ૦–૦ ભવનવાસી દેવાનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અનેક અસુરકુમાર દેવો આવ્યા. તેઓનો વર્ણ કાળો મહા નીલમણિ, નીલમણિ, નીલની ગુટિકા, ભેંસના શીંગ, અળસીના પુષ્પ જેવો કૃષ્ણ વર્ણ હતો. તેમના નેત્ર ખીલેલા કમળ જેવા હતા, ભ્રમર નિર્મલ હતી. નેત્રોનો વર્ણ કંઈક કંઈક સફેદ, લાલ તથા તાંબા જેવો હતો. નાક ગરૂડ જેવું લાંબુ, સીધુ તથા ઉન્નત હતું. હોઠ પરિપુષ્ટ મુંગા અને બિંબ ફળ સમાન લાલ હતા. દંતપંક્તિ સ્વચ્છ ચંદ્રમા જેવી ઉજ્વળ, શંખ, ગાયના દૂધના ફીણ, જલકણ અને કમળની નાળ જેવી ધવલ–શ્વેત હતી. હથેળી, પગના તળીયા, તાળવું અને જીભ અગ્રિમાં ગરમ કરેલ. પુનઃ તપાવેલ, શોધિત કરેલ, નિર્મળ સ્વર્ણ સમાન લાલ હતા. તેમના વાળ, કાજળ તથા મેઘ સમાન કાળા તથા રુચક મણિ સમાન રમણીય, સ્નિગ્ધ અને મુલાયમ હતા. તેમના ડાબા કાનમાં એક કુંડલ હતું. શરીર આર્દ્ર ચંદનથી લિપ્ત હતું. તેમના વસ્ત્ર સીલીવ્રપુષ્પ જેવા કંઈક શ્વેત, કંઈક લાલ, સૂક્ષ્મ, સુંદર રીતે ધારણ કરેલ હતા. તેઓ બાલ્યાવસ્થાને પાર કરી ચૂક્યા હતા. મધ્યમ વય હજી પ્રાપ્ત થઈ ન હતી. કિશોરાવસ્થામાં વિદ્યમાન હતા. તેમની ભુજાઓ તલભંગક, ત્રુટિકા, અન્યા. ઉત્તમ આભુષણો, નિર્મલ રત્નો તથા મણિ વડે શોભતી હતી. હાથોની દશે આંગળીઓ વીંટી વડે શોભતી હતી. મુગુટો પર ચૂડામણિના રૂપમાં વિશેષ ચિહ્ન હતું. તેઓ સુરૂપ, પરમ ઋદ્ધિશાળી, ઘુતિમાન, બળવાન, યશસ્વી, સુખી અને સૌભાગ્યશાળી હતા. તેમના વક્ષ:સ્થળ હારથી શોભિત હતા. તેઓએ ભુજા પર કંકણ, આભરણાત્મક પટ્ટિકા અને અંગદ ધારણ કરેલ હતા. કેસર આદિ મંડિત કપાળ અને કુંડલ તેમજ અન્ય કર્ણભૂષણ શોભતા હતા. - તેઓએ વિચિત્ર હસ્તાભરણ ધારણ કરેલા હતા. મસ્તક પર વિવિધ પ્રકારની માળાથી યુક્ત મુગટ હતા. કલ્યાણકારી, અનુપત, પ્રવર વસ્ત્રો પહેરેલા હતા. મંગલમય, ઉત્તમ માળા અને અનુલેખનથી યુક્ત હતા. તેમનું શરીર દેદીપ્યમાન હતું. તેમના ગળાથી ઘુંટણ સુધી વનમાલા લટકતી હતી. તેઓ દિવ્ય વર્ણ, ગંધ, રૂપ, સ્પર્શ, સંઘાત, સંસ્થાન, ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, કાંતિ, અર્ચિ, તેજ અને વેશ્યા અનુરૂપ પ્રભામંડળથી દશે દિશાઓને ઉદ્યોતિત, પ્રભાસિત કરતા શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવીને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા પછી પોત-પોતાના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને ભગવંતની અતિ નિકટ નહીં તેમ અતિ દૂર નહીં તે રીતે ધર્મશ્રવણની ઇચ્છાપૂર્વક પ્રણામ કરી, વિનયપૂર્વક સન્મુખ હાથ જોડી પર્યપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે અસુરેન્દ્ર સિવાયના બીજા ભવનવાસી દેવો પણ આવ્યા. તેમના મુગટોમાં ક્રમશ: નાગની ફણા, ગરુડ, વજ, પૂર્ણકળશ, સિંહ, ઘોડો, હાથી, મગર અને વર્તમાનકનું ચિન્હ હતું. તેઓ સુરૂપ, પરમ દ્ધિશાળી, યુતિમાનું બળવાન, યશસ્વી, સુખી અને સૌભાગ્યશાળી હતા. તેમના વક્ષ:સ્થળ હાર વડે સુશોભિત હતા. ઇત્યાદિ વર્ણન અસુરકુમાર પ્રમાણે જ સમજવું. તે નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર એ નવે ભવનવાસી દેવો પણ અસુરકુમારની માફક પર્યપાસના કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386