Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 343
________________ ૩૪૨ આગમ કથાનુયોગ-૧ પ્રકારના) ઘુંટણ ઉપર તરફ મસ્તક નીચે તરફ એવા ઉત્કટિક આસને બેસીને, સૂર્યના તાપ વડે આતાપના લેતા હતા ત્યારે, નિર્જલ એવા છઠ તપ વડે યુક્ત થયેલા ભગવંતને - ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ધર્મધ્યાનમાં લીન, ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરીને શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા અર્થાત એકત્વવિતર્ક વિચાર નામનો બીજો ભેદ પૂરો થયો અને સૂક્ષ્મક્રિયાનો ભેદ શરૂ થયા પહેલાં શ્રમણ ભગવંત મહાવીરને અનંત વસ્તુના વિષયવાળુ કે અવિનાશી, અનુત્તર, વ્યાઘાતરહિત અલના ન પામે તેવું સમસ્ત આવરણોથી રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવા પ્રકારનું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. (બાકી તીર્થકરોએ કેવળજ્ઞાન પૂર્વે એક રાત્રિની પ્રતિમા વહન કરેલી પણ વીરપ્રભુને ચોથા પ્રહરે કેવળજ્ઞાન થયું હોવાથી તેમણે વહન ન કરેલ.) એ રીતે ભગવંતને બાર વર્ષ, છ માસ, પંદર દિવસનો છઘ0 પર્યાય રહ્યો. ત્યાર પછી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. ભગવંત ત્યાં એક મુહર્ત પર્યન્ત રોકાયા હતા. શ્રમણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન, કેવળદર્શન થયું ત્યારે અન્ (અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને યોગ્ય), જિન (રાગદ્વેષને જીતનારા), કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. હવે ભગવંત દેવ, માનવ, અસુરસહિત લોકના સર્વ પર્યાયોને જાણે છે, જુએ છે. સર્વલોકમાં સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત તેમજ સર્વ જીવોના મનને, મનમાં કરેલા સંકલ્પને, કરેલા ભોજનને, કરેલી સારી–નરસી પ્રવૃત્તિને, મૈથુનાદિ પ્રતિસેવનને, તેઓના પ્રગટ કાર્યને અને ગુપ્ત કાર્ય ભગવંત જાણે છે. ભગવંતને કેવળજ્ઞાન કેવળદર્શન થયા હોવાથી હવે તે “અરહા" થયા. તેથી તેમનાથી હવે કોઈપણ રહસ્ય છુપાયેલ નથી. અરહસ્યના ભાગી ભગવંતને જઘન્યથી પણ એક કરોડ દેવી સેવામાં રહેતા હોવાથી હવે તેઓ એકાંતમાં રહેવાની સ્થિતિમાં રહ્યા નહીં. હવે ભગવંત સર્વલોકમાં મન, વચન અને કાર્ય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના (તથા સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને) જાણતા અને જોતા વિચરે છે. ૦ ભગવંતનું પ્રથમ સમવસરણ – તીર્થ સ્થાપના ન થવીઃ આવ.નિ. ર૬૫, ૫૩૬; આવ.ભા. ૧૧૫; આવ.૨ ૧–પૃ. ૧૮૧, ૩૨૪; આયા. પ૩૫; કલ્પસૂત્ર ૧૨૧ની વૃત્તિ, ભગવંતને કેવળજ્ઞાન (અનંતજ્ઞાન)ની ઉત્પત્તિ થઈ, છાવસ્થિત જ્ઞાન નષ્ટ થયું ત્યારે ઇન્દ્રોના સિંહાસન ચલિત થયા. અવધિજ્ઞાન વડે ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાનું જાણી, તુરંત જ ચારે નિકાયના દેવોથી પરિવરેલા તેમના સર્વે ઇન્દ્રો ત્યાં આવ્યા. તે આ પ્રમાણે – ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ચારે પ્રકારના દેવ–દેવીઓ ત્યાં આવ્યા. તેમના આવવાથી ત્યાનું વાતાવરણ મહાનું દિવ્ય દેવોદ્યોતથી, દેવસમૂહથી, દેવોના કોલાહલથી વ્યાપ્ત થઈ ગયું. સર્વઋદ્ધિ પૂર્વક આવેલા ઇન્દ્રાદિ દેવો હર્ષિત–સંતુષ્ટ થાય. પ્રભુના જ્ઞાન ઉત્પન્ન થયાનો મહિમા કર્યો. શક્રએ પણ પોતાના શાશ્વત આચાર મુજબ ભગવંતના અવસ્થિત કેશ, રોમ, નખ આદિ સાફ કર્યા. સમવસરણની રચના કરી. અહીં કોઈ વિરતિને યોગ્ય જીવ નથી તેમ જાણવા છતાં ભગવંત વિશિષ્ટ ધર્મકથન માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386