Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 346
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૪૫ ૦-૦ વ્યંતર દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંફરષ, મહોરગ અને ગંધર્વ તથા અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, ઇંદિત, મહાકંદ્રિત કૂષ્માંડ અને પતગ એ સોળ વ્યંતર જાતિના દેવો આવ્યા. આ દેવો અત્યંત ચપળ ચિત્તવાળા, ક્રીડાપ્રિય તથા પરિહાસપ્રિય હતા. તેઓને ગંભીર હાસ્ય તથા તેવી જ વાણી પ્રિય હોય છે. તેઓ વૈક્રિયલબ્ધિ દ્વારા પોતાની ઇચ્છાનુસાર વિરચિત વનમાલા, ફૂલોનો સેહરો કે કલગી, મુગટ, કુંડલ આદિ આભુષણો દ્વારા સુંદર રૂપથી સજ્જ હતા. સર્વઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની રચેલી, લાંબી, શોભતી, સુંદર, વિકસિત વનમાળાઓ દ્વારા તેમના વક્ષ:સ્થળ ઘણા આલાભકારી લાગતા હતા. તેઓ કામગમ, કામરૂપધારી હતા. તેમણે ભિન્ન ભિન્ન રંગના ઉત્તમ, ચિત્રવિચિત્ર, ચમકતા વસ્ત્રો પહેર્યા હતા. અનેક દેશોની વેશભૂષાને અનુરૂપ તેઓએ ભિન્ન ભિન્ન પ્રકારનો પોશાક ધારણ કરેલ હતો. તેઓને પ્રમોદપૂર્ણ કામ, કલહ, ક્રીડા તથા તજનિત કોલાહલમાં પ્રીતિ હતી. તેઓ વધારે વાચાળ અને વધુ હસવાવાળા હતા. તેઓએ અનેક મણી અને રત્નોથી વિવિધરૂપે નિર્મિત ચિત્ર-વિચિત્ર ચિહ્નો ધારણ કરેલા હતા. તેઓ સુરૂપ તથા પરમ ઋદ્ધિ સંપન્ન હતા. તેઓ પણ અસુરકુમાર દેવોની માફક યથાવિધિ વંદન– નમસ્કાર કરી શ્રમણ ભગવંત મહાવીરની પર્યુપાસના કરવા લાગ્યા. ૦–૦ જ્યોતિષ્ક દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ તથા મંગળ નામક જ્યોતિષ્ક દેવો આવ્યા. તેમનો વર્ણ તપેલા સુવર્ણ સમાન દીપ્તિમાન હતો. તે સિવાયના જ્યોતિષુ ચક્રમાં પરિભ્રમણ કરનારા કેતુ આદિ ગ્રહો, અઠાવીસ પ્રકારનો નક્ષત્ર દેવગણ, વિવિધ આકૃતિવાળા પાંચ વર્ણના તારાદેવ પ્રગટ થયા. તેમાં સ્થિત રહીને પ્રકાશ કરનાર તથા અવિશ્રાન્તપણે ગતિશીલ એમ સ્થિર અને ચર બંને પ્રકારના જ્યોતિષ્ક દેવો આવ્યા. દરેકે પોતપોતાના નામથી અંકિત પોતાના વિશેષ ચિન્હો પોતાના મુગટ ઉપર ધારણ કરેલા હતા. તે પરમ દ્ધિશાળી દેવ અસુરકુમાર દેવની માફક ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યા. ૦–૦ વૈમાનિક દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ. લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત દેવલોકના વૈમાનિક દેવો આવ્યા. તે વૈમાનિક દેવોના ઇન્દ્રો, સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, પર્ષદા સહિતની પટ્ટરાણીયો, સેના, આત્મરક્ષક દેવો આદિ સર્વ પરિવારથી ઘેરાયેલા હતા. તેઓ પોતાની સંપૂર્ણ શ્રી, કાંતિ, વૈભવથી ભૂષિત હતા, સૌમ્ય અને સુંદર રૂપવાળા હતા. દેવગણની સાથે જય જયકારનો શબ્દ ઉચ્ચારણ કરતા, ગગન મંડલને ગુંજાવતા પ્રસન્નતાપૂર્વક આવ્યા. ભગવંતના દર્શનની ઉત્સુકતા અને તે માટે તેઓના ત્યાં પહોંચવાથી ઉત્પન્ન હર્ષથી તેઓ ઉલ્લસિત હતા. આ દેવો ક્રમશઃ પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386