________________
૨૧૮
આગમ કથાનુયોગ-૧
જિનકલ્પિક છે તેઓ વસ્ત્ર રહિત રહે છે. હું તો કષાયથી કલુષિત મતિવાળો છું. તેથી મારે માટે ઉચિત અને યોગ્ય એ છે કે, આ કષાયના પ્રતિકરૂપે રંગેલા – ભગવા કપડાં પહેરીશ. શ્રમણો પાપભીરુ હોય છે. ઘણાં જીવોનો ઘાત કરનારા એવા આરંભ–પરગ્રહથી મુક્ત હોય છે. સચિત્ત પાણી–વનસ્પતિ આદિનો ઉપયોગ કરતા નથી. પણ હું તેવો નથી. તેથી હું પરિમિત જળને ખાન અને પીવા માટે ગ્રહણ કરીશ. તેમજ હું સ્થૂલ મૃષાવાદ આદિથી નિવૃત્ત થઈશ.
- આ રીતે પોતાને રચ્યું તેવી મતિ વડે – નિજ મતિ વડે વિકલ્પો વિચારીને તેને અનુરૂપ આવો પરિવ્રાજક વેશ નીપજાવ્યો. પછી ભગવંત ઋષભદેવ સાથે જ વિચરવા લાગ્યો. ભગવંતના શ્રમણોથી મરીચિની આવી ઉદભટ–જુદી વેશભૂષા જોઈને લોકોને કુતૂહલ ઉત્પન્ન થયું. લોકો તેની આસપાસ મંડરાવા લાગ્યા. લોકો તેને ધર્મ પૂછવા લાગ્યા. ત્યારે તે સાધુ સંબંધિ લાંતિ–ક્ષમા આદિ અણગાર ધર્મની પ્રરૂપણા કરતા હતા. ત્યારે લોકો પૂછતા કે, જો આ (શ્રમણ) ધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ અંગીકાર કરતા નથી ?
ત્યારે તે કહેતા કે, હું મેગિરીના ભાર જેવા શ્રમણ ધર્મને વહન કરવા સમર્થ નથી. ઇત્યાદિ પૂર્વવત્ વિચારણા જણાવતા હતા. તે ભગવંત સાથે ગામ નગરાદિ વિચરતા હતા. ધર્મકથા કહીને જે આવે તેને ભગવંત ઋષભસ્વામી પાસે મોકલતા અને ભગવંતના શિષ્ય બનાવતા. એ રીતે પોતાની દેશના શક્તિથી અનેક રાજપુત્રો આદિને પ્રતિબોધ કરી પ્રભુ પાસે દીક્ષા અપાવી.
એક વખત ભગવંત (આવશ્યક નિર્યુક્તિ-૩૬૬ની વૃત્તિ મુજબ) અષ્ટાપદે – (કલ્પસૂત્ર૧ત્ની વૃત્તિ મુજબ) અયોધ્યામાં સમવસર્યા. ત્યારે ચક્રવર્તી ભરતે ભગવંત ઋષભદેવને પૂછ્યું, શું આ પર્ષદામાં કોઈ એવો જીવ છે જે આપની સમાન આ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે ? ત્યારે ભગવંતે તેને પ્રત્યુત્તર આપતા કહ્યું કે, સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માને ભાવિત કરતો તમારો પુત્ર મરીચિ કે જે આદ્ય પરિવ્રાજક છે. તે ભવિષ્યમાં વર્ધમાન (–મહાવીર) નામના અંતિમ તીર્થંકર થશે.
(અંતિમ તીર્થંકર થતા પહેલાં) તે પોતનપુરના અધિપતિ એવા વાસુદેવોમાં રસ પ્રથમ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રની સૂકા નામે નગરીમાં પ્રિય િ. નામના ચક્રવર્તી થશે. ભગવંત પાસે આ ભાવિ કથન સાંભળી ચક્રવર્તી ભરત, ભાગ 1 ઋષભદેવને વંદન કરી, મરીચિને વંદન કરવા તેની પાસે પહોંચ્યા. મરીચિ છે જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કર્યું. પછી તેમની મધુર વાણ સ્તુતિ કરતા કહ્યું કે, હે મરીચિ ! આ દુનિયાના જેટલા લાભો છે તે તમે પ્રાપ્ત કર્યા છે.
– કારણ કે- તમે આ ચોવીશીના ચોવીશમાં “વીર” નામના તીર્થકર થશો. વળી તમે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશો અને (આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રના નવ વાસુદેવોમાંના પ્રથમ) ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ પણ થશો. એ પ્રમાણે ઋષભદેવ પ્રભુએ કહેલી બધી વાત જણાવીને કહ્યું કે, હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી પણ તમે છેલ્લા તીર્થકર થશો, તેથી વંદન કરું છું. એ રીતે એકાંતે સમ્યગુ દર્શનાનુ રંજિતહદયવાળા ભરત ચક્રવર્તીએ ભાવિ તીર્થંકરપણાની ભક્તિથી મરીચિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org