________________
૨૬૦
આગમ કથાનુયોગ-૧
ઔષધિઓ મંગાવી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીર સમુદ્રાદિના જળથી ભરી તૈયાર રાખ્યા.
આ અવસરે ભક્તિયુક્ત ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઈ કે, આટલા લઘુ શરીરવાળા પ્રભુ આટલા બધા જળનો ભાર કઈ રીતે સહન કરી શકશે ? આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરવા માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરૂ પર્વતને દબાવ્યો, ત્યારે પ્રભુના અતુલ બળથી આખો મેરૂ પર્વત કંપી ઉઠ્યો. પર્વતના શિખરો ચોતરફથી કંપવા લાગ્યા. પર્વતના કંપથી પૃથ્વી પણ કંપી, સમુદ્ર ખળભળી ઉક્યો. દેવો ભય વિહળ બની ગયા. તે વખતે ઇન્દ્ર પણ ક્રોધિત થયા. અવધિજ્ઞાનથી
જ્યારે ઇન્દ્ર જાણ્યું કે, આ તો પ્રભુની પરાક્રમ લીલા છે ત્યારે તેણે કહ્યું કે, અહો ! તીર્થકરનું અનંત બળ મેં ન જાણ્યું. મારી વિપરિત ચિંતવના માટે “મિચ્છામિ દુક્કડમ્”. હું મારા અપરાધની ક્ષમા માંગુ છું.
ત્યારપછી પહેલા અય્યતેન્દ્રએ અભિષેક કર્યો, પછી અનુક્રમે બીજા બધાં ઇન્દ્રોએ જળ–અભિષેક કર્યો. શક્રએ પણ ચાર વૃષભનું રૂપ કરીને તેના આઠ શીંગડાઓમાંથી પડતા જળ વડે પ્રભુનો અભિષેક કર્યો. પછી દેવોએ મંગળ દીવો અને આરતી ઉતારીને નાચ, ગાન, વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. પછી ઇન્દ્ર ગંધકાષાયી નામના દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના શરીરને લુંછી, ચંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી, પ્રભુ સન્મુખ રત્નના પાટલા ઉપર રૂપાના ચોખા વડે દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્ય યુગલ, શ્રી વત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત અને સિંહાસન એ અષ્ટમંગલ આલેખીને પ્રભુની સ્તુતિ કરી.
પછી ઇન્દ્ર પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા. પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. પછી ઇન્દ્ર ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડ મૂકી. ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નોની હાર વડે સુશોભિત એવો દડો લટકાવ્યો. બત્રીશ બત્રીસ કરોડ રન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. પ્રભુના અંગુઠા પર અમૃત મૂક્યું. કેમકે જિનેશ્વરો કદાપી સ્તનપાન કરતા નથી. પછી નંદીશ્વર દ્વીપમાં અઠાઈ મહોત્સવ કરીને બધાં દેવો પોતપોતાના સ્થાને ગયા.
(આચારાંગ-સૂત્ર-પ૧૦માં પણ અતિ સંક્ષેપમાં દેવકૃત મહોત્સવને જણાવતા લખ્યું કે-) જે રાત્રિએ નિરોગી એવા ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન્ મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યો, તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવોએ કૌતુકભૂતિકર્મ તથા તીર્થકરનો અભિષેક કર્યો.
તેમજ ઘણાં દેવો અને દેવીઓએ અમૃતની, સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણોની, ફૂલોની તેમજ ચાંદી–સોના અને રત્નોની વર્ષા કરી, તે આ પ્રમાણે–
(કલ્પસૂત્ર-૯૮) જે રાત્રિએ શ્રમણ ભગવાન્ મહાવીર જન્મ્યા તે રાત્રિએ કુબેરની આજ્ઞાને માનનારા ઘણાં તિર્યમ્ જંભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં રૂપાની, સોનાની, રત્નોની, દેવદૂષ્યાદિ વસ્ત્રોની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખ પત્રોની, પુષ્પોની, ફળોની, ધાન્યની, માળાની, સુગંધી દ્રવ્યોની, સુગંધી ચૂર્ણોની, હિંગલોક આદિ વર્ણોની અને દ્રવ્યની ધારાબદ્ધ વૃષ્ટિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org