________________
મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણું મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
૦ પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મહારાજ
–જેઓની વિવિધ હાદિક મમતાભરી સૂચનાઓથી સંપાદનનું કાર્યક્ષેત્ર વધુ નિર્મળ થયું. *
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્સસ્નેહી મુનિશ્રી નિરૂપમસાગરજી, બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
યથાશય જાગૃતિ રાખી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના આશયવિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિરુદ્ધ કંઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાદિક મિથ્યા-દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્ત્વચિવાળા જિજ્ઞાસુ–મહાનુભાવો આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ-ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ-તત્વદષ્ટિની સફળ કેળવણું કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદ પૂર્વક સફળ-આરાધનાનો લાભ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા.
વીર સં. ૨૪૦૨ વિ. સં. ૨૦૩૨ ભાદરવા વદ ૮ શુક્રવાર જેન ઉપાશ્રય આઝાદ ચેક, મહેસાણા (ઉ.ગુ.)
નિવેદક શ્રી શ્રમણુસવ સેવક પૂ. ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક
અલયસાગર