Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમદાવાદ સારંગપુર પરી. પાનાચંદ ઝવેરચંદને ઉપાશ્રય
સંવત ર૦૧૫, ની પ્રૌષ્ટીયદાપૂર્ણમા, બુધવાર વયેવૃદ્ધ સ્થીરવાસી મુનિશ્રી માણેકચંદજી
મહારાજને અભિપ્રાય. પૂ. આચાર્ય ઘાસીલાલજી મહારાજ,
આપના તરફથી બહાર આવેલાં શ્રી આચારાંગ સૂત્ર ભા. ૧ અને ભા, રજે, શ્રી દશવૈકાલિક ભા. ૧ લે, શ્રી ઉત્તરાધ્યયનજી ભા. ૧ લે, તથા આવશ્યક સૂવ વાંચી વિચારી પરતલાસ ભાવ થયે, સાન તાજું થયું અને ઘણું જ નવું જાણવાનું મળ્યું.
યુગે યુગે ધર્મોદ્ધારક મહાપુરુષે થઈ ગયા, તે પ્રમાણે આપશ્રીએ પ્રવચનની પ્રભાવનાને ઉદ્ધાર કરી તીર્થકર જિન નામ કર્મ ઉપાર્યું છે. તે મહાવીર પ્રભુના સિદ્ધાંતને અહનીશ વંદન નમસ્કાર હે.
૫ શ્રી. ઘાસીલાલજી મહારાજની આગમબત્રીસી
આજથી ૧૫ વર્ષ પહેલાં મરુધર પ. પૂ. શ્રી ઘાસીલાલજી મ. સૌરાષ્ટ્રમાં પધાર્યા અને સૌરાષ્ટ્રના આગમપ્રિય મહાનુભાવેએ તેમની વિદ્વત્તા, સંસ્કૃત ભાષાનું તેમનું જ્ઞાન વગેરે જેઈને તેમને વિનંતી કરી કે આપણા સમાજ માટે હજારે વર્ષ સુધી જીવિત રહે તેવું સંસ્કૃત ટીકાવાળું આગમ સાહિત્ય આપના દ્વારા લખાશે તે તે જૈન સમાજ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે, આ વાત પૂજ્યશ્રીએ કબુલ કરી.
શાસ્ત્રોદ્ધાર સમિતિ નામની સંસ્થા સ્થપાઈ અને ડાક તડકા છાંયા નિહાળ્યા પછી આ સમિતિ આજે ઘણી મજબુત બની ગઈ છે. તેણે અત્યાર સુધીમાં ૧–૧૮ આગામે પ્રસિદ્ધ કર્યા છે. ૩-૪ આગ પ્રેસમાં છપાઈ રહ્યાં છે. ૪૫ આગમે લખાઈને તૈયાર થઈ રહ્યાં છે અને માત્ર ૭-૮ આગ હવે લખવાના બાકી રહ્યાં છે. જે પૂ. શ્રી ઘાસીલાલજી મ. ની શારીરિક સ્થિતિ શાસનદેવની કૃપાથી બરાબર રહેશે તે ત્રણ વર્ષમાં આ સંપૂર્ણ બત્રીસી લખવાનું કાર્ય પાર પડશે. આ માટે અમે પૂ. શ્રી ઘાસીલાલજી મ. અને શાસ્ત્રોદ્વાર સમીતીને અનેકાનેક ધન્યવાદ પાઠવીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ કાર્ય નિર્વિને પાર પડે.
તંત્રી “સ્થાનકવાસી જૈન” તા. પ-૧૨-૫૯
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર