Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંશીરૂપે અને અસંશીરૂપે ઉત્પન્ન થયેલા જોયા. કોઈ ઈડાથી, કોઈ પોતજથી, કોઈ જરાથી, કોઈ વાતાવરણની અનુકૂળતાએ સંમૂર્છાિમપણે ઉત્પન્ન થયેલા જણાયા. તે જીવો પોતાનું જીવન આહાર, વેશ્યા, દષ્ટિ દ્વારા કેમ ચલાવે છે તે જાણ્યું. અશુભ આહારાદિ કરતા જીવો કઈ-કઈ નરકમાં જઈ શકે છે તેના ગણિતના સરવાળા, બાદબાકી અને ભાગાકાર કરીને સ્થવિર ભગવંતોની વાણી દ્વારા હૃદય પટલમાં યોનિસંગ્રહ સ્થાનો ઉતાર્યા. ઉત્પન્ન થવાની જગ્યાને યોનિ કહેવાય છે, તે જ જગ્યામાં જુદા-જુદા વર્ણાદિ દ્વારા વિવિધ પ્રકારના જીવો ઉત્પન્ન થાય તેને કુળ કહેવાય છે. આ રીતે ઉત્પન્ન થવાની જગ્યા ૮૪ લાખ યોનિરૂપે ગણાય છે અને તેના સહારે બીજા જીવો તેમાં જ ઉત્પન્ન થાય તેને કુલ કહેવાય છે. તેનો સરવાળો એક, કરોડ સાડી સતાણું લાખ કુલકોટિ થાય છે.
ચક્ષુસા દેવી આગળ વધ્યા. એકાએક વનસ્પતિને નિહાળતા સ્થિર થઈ ગયા. ચેતના બહેને કહ્યું, જો સખી ! આ વૃક્ષોનાં દસ અંગ છે, તેમાંથી સાત અંગમાં સુગંધ ધારણ કરનારા ભિન્ન-ભિન્ન વૃક્ષો છે. જેમ કે
(૧) મુસ્તા એટલે કોઈ વૃક્ષનાં મૂળમાં સુગંધ હોય છે (૨) કોઈ વૃક્ષની છાલ આદિ(ત્વક)માં સુગંધ હોય છે (૩) કોઈના સ્કંધ(કાષ્ઠ)માં (૪) કોઈના કપૂરાદિ નિર્યાસમાં (૫) તમાલ પત્ર આદિ પત્રમાં (૬) પ્રિયંગુ આદિ પુષ્પમાં (૭) જાયફળ આદિ ફળમાં સુગંધ હોય છે. આ સાત અંગવાળા સુગંધી વૃક્ષમાં પાંચ વર્ણ, એક ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શમાંથી કોમળ, હળવો, સ્નિગ્ધ, ઉષ્ણ એ ચાર પ્રશસ્ત સ્પર્શ = પ૪૧૪૫૮૪૪૭ = ૭૦૦ (સાતસો) તેના અવાંતર ભેદ થાય છે. આ રીતે વેલા રૂપે નીચે પથરાયેલા, લતાના રૂપે ઉપર ઉઠેલા, ઝૂલતાં હરિતકાયરૂપ વૃક્ષો છે. એકેન્દ્રિય ધારણ કરેલ વનસ્પતિકાય કહેવાય છે. તેને વિચારીને શ્રુતજ્ઞા બનજે. આ વનસ્પતિનું જ્ઞાન આગળ કાર્યમાં કેમ કાર્યાન્વિત બની ઉપયોગમાં આવે છે, તે તને અકર્મભૂમિના ક્ષેત્રમાં જોવા મળશે. અત્યારે અહીંથી આગળ ગતિ ધપાવ. ચેતનાબહેનની આજ્ઞા માની ચક્ષસાદેવી આગળ વધ્યા. ત્યાં તેમણે ઊંચે જોયું, વિમાન દષ્ટિગોચર થયા. તે પાછા ઊભા રહ્યા. ચેતના બહેને પાછી ટકોર કરી, જો સખી ! આ વિમાન કોઈ સંખ્યાત યોજનના અને કોઈ અસંખ્યાત યોજનાના છે. તેની વાત તારે અનુવાદમાં જોવી જાણવી પડશે અને પેલો સૂર્ય ઉદય પામે ત્યારે કેટલે દૂરથી દેખાય છે અને અસ્ત થાય ત્યારે કેટલે દૂરથી દેખાય છે, તેના માપને આકાશાંતર કહેવાય છે. તેનું ગણિત પણ સ્થિર ભાવે તારે કરવું પડશે. તેમાં સ્વસ્તિક આદિ નામવાળા; અર્ચિ, અર્ચિરાવર્ત, આદિનામવાળા; કામ, કામાવર્તાદિ નામવાળા તથા વિજય, વિજયંત નામવાળા વિમાનોના વિસ્તારના માપની ઉપમા આપી છે, તું તે જાણી શ્રુતજ્ઞા–ભાવમાં અભિવૃદ્ધિ કરજે. ચાલો આગળ વધો, એમ કહેતા ચક્ષુસા દેવી આગળ વધ્યા. તેમણે મુલાયમ, કઠોર, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જોઈ, તેની સ્થિતિનું માપ સ્વયં કાઢી લીધું. તે જીવોની
Ro).
44