Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તે પાથડાઓમાં રહેલા ૧૦ લાખ નરકાવાસોમાં નારકીઓને પીડા પામતા જોયા. તેવી જ રીતે ત્યાંથી પાંચમી રિષ્ટા નામવાળી, ધૂમપ્રભા ગોત્રવાળી અને ૧ લાખ, ૧૮ હજાર યોજન પિંડવાળી, ઉપર નીચે એક-એક હજાર છોડતાં, ૧ લાખ ૧૬ હજાર યોજનમાં પાંચ પાથડા અને ૪ આંતરાવાળી, નરકના પાથડામાં ૩ લાખ નરકવાસોમાં ત્રાસ પામતા અરસપરસ ત્રાસ આપતા નારકીઓને જોયા. ત્યાંથી ઘનોદધિ આદિ ત્રણ પિંડોનું ઉલ્લંઘન કરી; છઠ્ઠી નરક મઘા નામવાળી, તમઃપ્રભા ગોત્રવાળી અર્થાત્ અંધકારવાળી તેમજ ૧ લાખ, ૧૬ હજાર યોજન ઊંચાઈની પિંડવાળી, ૧ હજાર યોજન ઉપર-નીચે છોડી; ૧ લાખ, ૧૪ હજાર યોજનમાં ૩ પાથડા અને ૨ આંતરાવાળી નરક ભૂમિ જોઈ. તેમાં ૯૯,૯૯૫ નરકવાસોમાં અંધકારમાં પરેશાન થતા નારકીઓને જોયા. ત્યારપછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશને પસાર કરીને સાતમી માઘવતી નામની તમસ્તમપ્રભા ગોત્રવાળી; ૧ લાખ, ૮ હજાર યોજનવાળી પર,૫00 યોજન ઉપર-નીચે ક્ષેત્ર છોડી, વચ્ચે ત્રણ હજાર યોજનના એક જ પાથડામાં, પાંચ નરકાવાસામાં રીબાતા નારકીઓને જોયા.
આવી રીતે સાતે ય નરકના કુલ ૮૪ લાખ નરકાવાસોમાં નારકીના જીવોને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ મોટું સાંકડું અને પેટ મોટું તેવી કુંભીઓને નિહાળી, તેમાં ઉત્પન્ન થયેલા નારકીઓની ચીસો સાંભળી ચક્ષુસાદેવીએ ચેતનાબહેનને પૂછ્યું કે આ જીવોએ પૂર્વ ભવમાં કેવા પાપ કર્યા હશે, તે વૃત્તાંત શું મને સંભળાવશો?
ચેતનાબહેને કહ્યું– સાંભળ ચક્ષુસાદેવી ! પૂર્વભવમાં જે તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય પંચેન્દ્રિય રાજા-મહારાજા ચક્રવર્તી જીવો મદ, મત્સરનું સેવન કરી, વિષયાસક્ત કે કામાંધ બની, જીવહિંસા કરનારા, મહાઆરંભી-મહાપરિગ્રહી, આર્ત-રૌદ્રધ્યાન ધરનારા, માંસાહારી, મદિરાદિ પીનારા, સાત-સાત વ્યસનમાં ચકનાચૂર જીવો ધર્મકરણી કર્યા વગર મૃત્યુ પામે છે; તે પોતાના કર્મોના મહાપાપકારી ફળ ભોગવવા માટે આ કુંભમાં ઉત્પન્ન થાય છે. અરે ! બધા ઉપર હુકમ ચલાવનારા ચમરબંધી રાજા, મહારાજાઓ અને છ ખંડનું રાજ્ય ભોગવનારા ચક્રવર્તીના પણ ત્યાં છક્કા છૂટી જાય છે. ભલભલા જીવો દીન-હીન, લાચાર બની જાય છે. અહીં ધરતીને ધ્રુજાવનારો ત્યાં પોતે જ ધૂજી જાય છે, ભલભલા બળીયા સાથે બાથ ભીડનારો પરાક્રમી પણ ત્યાં જમીન પર આળોટતો થઈ જાય છે. અહીં હુકમ ચલાવનારો, ઘમંડ રાખનારો ઘમંડી પણ ત્યાં નમ્ર જ નહિ પરંતુ હાથ જોડીને કાકલૂદી આજીજી કરનારો બની જાય છે. ઘમંડીના ગુમાન, સત્તાનું શાણપણ પલભરમાં ઉતારી દેનાર આ નરક ગતિનાં જાલિમ. દર્દનાક હાહાકાર મચાવનાર, ધોળા દિવસે આકાશમાં તારા બતાવી દે તેવા ઘોર ભયંકર-દાણ દુઃખડા આ નારકીના જીવોને સહન કરવા પડે છે. ચેતના બહેને આ રીતે સમજણ આપી તેથી ચક્ષુસાદેવી જોવા તૈયાર થઈ ગયા, જ્યાં જુએ છે ત્યાં મોટા