Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એમ ત્રણ પ્રકારે હોય છે.
આ ત્રણ વેદના ચિહ્નથી ચિહ્નિત પંચેન્દ્રિય સ્ત્રી, પુરુષ, નપુંસક આ ત્રણેયની તરફ દષ્ટિથી દર્શન કરતાં– (૧) કોમળ અંગવાળી, પયોધરી, પતલી કમ્મરવાળી તથા આડા શરીરવાળી જે પેલી દેખાય છે, તે હે ચક્ષુસાદેવી ! તિર્યંચ સ્ત્રી છે. તે ત્રણ પ્રકારની છે- તેમાં પેલા જળમાં ચાલતી જલચરી કાચબી, મગરમચ્છી, માછલી વગેરે સ્થળમાં ચાલતી સ્થળચરી ગાય, ભેંસ, બકરી વગેરે; આકાશમાં ઉડતી પેલી ખેચરી મેના, સારસી, હંસિકા વગેરે. સ્થળચરીના બીજા બે ભેદ છે– ઉરપરિસર્પ, ભુજપરિસર્પ. હૃદયથી ચાલે તે ઉરપરિસર્પ અજગરણી વગેરે. ભુજાથી ચાલે તે ભુજપરિસર્પ ખીસકોલી, ઢેઢગરોળી વગેરે તે સ્ત્રી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ યોનિ છે.
(૨) મનુષ્યાણીના પણ ત્રણ ભેદ છે– જે કાર્ય કરતી દેખાય છે, તે બધી પંદર પ્રકારની સ્ત્રીઓ કર્મભૂમિજ મનુષ્યાણી છે. કાર્ય કર્યા વિના વનસ્પતિથી જીવન નિર્વાહ કરતી દેખાય છે તે અકર્મભૂમિજ મનુષ્યાણી અને લવણ સમુદ્રમાં આવેલા દ્વીપોમાં રહેતી છપ્પન અંતર દીપજ મનુષ્યાણી સ્ત્રીઓ છે.
(૩) દેવ શયામાં ઉત્પન્ન થઈને સ્ત્રીનો દેહધારણ કરે તે દેવીઓ ચાર પ્રકારની છે– અધોલોકની પહેલી નરક રત્નપ્રભાના તેર પાથડા અને બાર આંતરામાંથી નીચેના દસ આંતરામાં રહેલા ભવનપતિના ભવનની શય્યામાં ઉત્પન્ન થાય તે ભવનપતિ દેવીઓ દસ પ્રકારની છે. ત્યારપછી જુઓ સખી ચક્ષુસા ! મધ્યલોકમાં રહેલા વાણવ્યંતરના નગરોની શય્યામાં ઉત્પન્ન થાય તે વ્યંતર દેવીઓ છવ્વીસ પ્રકારની છે. પેલા આકાશમાં ઊંચે દેખાય છે તે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની દેવીઓ, તેને જ્યોતિષી દેવીઓ કહેવાય છે. તેના ઉત્પન્ન થવાનાં વિમાન જેવા ચાલતા ઘર તથા સ્થિર ઘરની શય્યામાં ઉત્પન્ન થનારી તે દેવીઓ હોય છે, તે દસ પ્રકારની છે. તેનાથી ઊંચે ઉપર વૈમાનિક બે દેવલોક સુધર્મા અને ઇશાન દેવલોકની શય્યામાં ઉત્પન્ન થનારી વૈમાનિક દેવીઓ હોય છે. પછીના ઉપરના દેવલોકમાં સ્ત્રીઓ ઉત્પન્ન થતી નથી.
તેઓની વિવિધ પ્રકારની સ્ત્રીપણે રહેવાની વ્યવસ્થિતિ તથા જન્મ-જન્માંતરમાં નિરંતર સ્ત્રીના જ આકાર મળ્યા કરે તેવી કાયસ્થિતિ તથા સંહરણ અપેક્ષાનું વર્ણન, પછી તે શરીર ફરી ક્યારે પ્રાપ્ત કરી શકાય, તેનું આંતરું કેટલું અને અલ્પબદુત્વ દર્શાવ્યા પછી તેઓની વાસનાગ્નિ, કરીષાગ્નિ સમાન અર્થાત્ બકરીની લીંડીને બાળવામાં આવે તો તે આગ જલ્દી ઠરતી નથી, તેના જેવી વાસના સ્ત્રી વેદના ઉદયમાં હોય છે.
પુરુષ વેદના નિરૂપણમાં તિર્યંચ પુરુષ, મનુષ્ય પુરુષ, દેવ પુરુષ વગેરે, જેવા ભેદ સ્ત્રીઓના છે તેવા જ ભેદ પુરુષોના છે. તેમાં પણ સંચિટ્ટણાકાળ અને આંતરું કે
(38