________________
૧/-/૩/૪૫
ત્વ - જિનકલ્પિકાદિનો આચાર. જિનકલ્પીને નગ્નતા આદિ મહાકષ્ટવાળો કલ્પ કર્મક્ષયનું કારણ છે, તો સ્થવિકલ્પીને વસ્ત્રાદિ પરિભોગરૂપ યથાશક્તિ કરણરૂપ અકષ્ટ સ્વભાવ કેમ કર્મક્ષય માટે થાય? [સમાધાન બંને કલ્પો અવસ્થાભેદથી કર્મક્ષયનું કારણ છે. પણ કષ્ટ કે અકષ્ટ એ વિશિષ્ટ કર્મક્ષય પ્રતિ કારણ નથી. માર્ગ - પૂર્વપુરુષ માગત સામાચારી, કોઈમાં બે ચૈત્યવંદન, અનેકવિધ કાયોત્સર્ગ કરણાદિ રૂપ છે, બીજાની સામાચારી તેવી નથી. તો તેમાં તત્વ શું ? [સમાધાન] તેના પ્રવર્તક અશઠ ગીતાર્થ છે. તે સામાચારી આચતિલક્ષણ યુક્ત છે, માટે તે બધી વિરુદ્ધ નથી. અહીં આચરિત એટલે - અશઠ પુરુષે આચરેલ, અસાવધ, કોઈ સ્થળે કોઈથી પણ નિવારિત ન હોય તથા બહુમત અનુમત હોય તે આચરિત.
મત - સમાન શાસ્ત્રમાં આચાર્યોનો જુદો અભિપ્રાય. જેમકે - સિદ્ધસેન દિવાકરના મતે - કેવલીને યુગપદ્ જ્ઞાન, દર્શન હોય અન્યથા તદાવક કર્મક્ષય નિર્થક થાય. જ્યારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે કેવલીને ભિન્ન સમયે જ્ઞાનદર્શન હોય કેમકે જીવનું સ્વરૂપ એવું છે. તથા મતિ-શ્રુતાવરણનો ક્ષયોપશમ સમાન છે છતાં બંને જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે, પણ એક જ્ઞાનના ઉપયોગમાં બીજાના ક્ષયોપશમનો અભાવ હોતો નથી. કેમકે તેમનો ક્ષયોપશમ કાળ ઉત્કૃષ્ટથી ૬૬સાગરોપમ છે. તો આ બંનેમાં તત્વ શું ? [સમાધાન જે મત આગમને અનુસરે તે સત્ય અને બીજાની ઉપેક્ષા કરવી. તે તો બહુશ્રુત જ જાણે. અબહુશ્રુત હોય તે આ
ન જાણી શકે. આચાર્યના સંપ્રદાયથી આ મતભેદ છે જિનોનો મત તો એક છે અને
૮૩
અવિરુદ્ધ છે. કેમકે તેમને રાગાદિ દોષ નથી. - ૪ - ૪ -
૬ - બે વગેરે સંયોગ ભંગ. જેમકે દ્રવ્યથી હિંસા, ભાવથી નહીં, તે એક ભંગ. એવી ચતુર્ભૂગી. અહીં પહેલો પણ ભંગ યુક્ત નથી. કેમકે દ્રવ્યહિંસા - ઇર્યા સમિતિથી જતાં કીડી વગેરેની હિંસા, તેમાં હિંસા લક્ષણ ઘટતું નથી માટે હિંસા નથી. કહ્યું છે – પ્રમત્ત પુરુષની ક્રિયાથી જો જીવ હણાય, તો નક્કી તે પુરુષ હિંસક છે. પ્રથમ ભંગમાં તેમ નથી તો હિંસા કેમ ?
આ શંકા યુક્ત નથી. કેમકે આ ગાથામાં કહેલ લક્ષણ દ્રવ્ય-ભાવ હિંસાને આશ્રીને છે. દ્રવ્યહિંસા તો મરણ માત્રપણે રૂઢ છે.
નય - દ્રવ્યાસ્તિકાદિ દ્રવ્યાસ્તિક મતે નિત્ય વસ્તુ પર્યાયાસ્તિક મતે અનિત્ય કઈ રીતે હોય? તે વિરુદ્ધ છે. - - આશંકા અયુક્ત છે. દ્રવ્ય અપેક્ષાએ તેનું નિત્યપણું છે. પર્યાય અપેક્ષાએ અનિત્યત્વ છે. એક કાળે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિરુદ્ધ ધર્મો હોઈ શકે. જેમ પિતાની અપેક્ષાએ જે પુત્ર છે, તે પુત્ર
અપેક્ષાએ પિતા છે.
નિયમ - અભિગ્રહ. એક સર્વવિરતિ સામાયિક નિયમ કર્યો પછી પૌરુષિ આદિ નિયમ શા માટે ? સામાયિકથી જ બધાં ગુણો પ્રાપ્ત થાય છે - - આ શંકા અયુક્ત છે. સામાયિક હોય છતાં પૌરુષિ આદિ નિયમો યુક્ત છે. કેમકે તેથી અપ્રમાદ વૃદ્ધિનો હેતુ છે - કહ્યું છે - સર્વ સાવધ ત્યાગરૂપ સામાયિક હોય તો પણ આ નિયમો ગુણકર
૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કહ્યા છે.
પ્રમાળ - પ્રત્યક્ષાદિ, તેમાં આગમ પ્રમાણ - ભૂમિથી ઉંચે ૮૦૦ યોજને સૂર્ય સંચરે છે. જ્યારે આપણે નજરથી તો સૂર્યને હંમેશા પૃથ્વીથી નીકળતો જોઈએ છીએ. તો અહીં સત્ય શું ? સમાધાન-સૂર્યને આપણે નીકળતો જોઈએ છીએ તે પ્રત્યક્ષ સત્ય નથી. કેમકે સૂર્ય ઘણો દૂર હોવાથી તે સંબંધે આપણને ભ્રમ થવો સંભવે છે. શતક-૧, ઉદ્દેશો-૩-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
શતક-૧-ઉદ્દેશો-૪-કર્મપ્રકૃત્તિ છ
— — — x == X —
૦ ઉદ્દેશા-૩-માં કર્મનું ઉદીરણ, વેદન આદિ કહ્યું. તેના જ ભેદાદિને દર્શાવવા, તથા દ્વાર ગાથામાં કહેલ “પ્રકૃતિ'ને દર્શાવવા કહે છે.
• સૂત્ર-૪૬,૪૭ :
[૪૬] ભગવન્ ! કર્મપ્રકૃત્તિઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ કહી છે. પવણા સૂત્રનો કર્મપ્રકૃતિ' પદનો પહેલો ઉદ્દેશો અનુભાગ સમાપ્ત થાય ત્યાં સુધી કહેવતો.
[૪૭] કેટલી પ્રકૃતિ, કઈ રીતે બાંધે, કેટલા સ્થાને પ્રકૃતિ બાંધે ? કેટલી પ્રકૃતિ વેદે ? કોનો કેટલો અનુભાગ [રસ] છે ?
• વિવેચન-૪૬,૪૭ 1
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – કર્મ પ્રકૃતિ એ પન્નવણાસૂત્રનું ૨૩મું પદ છે. તેનો પહેલો ઉદ્દેશો જાણવો. તેની સંગ્રહગાયા આ છે – તેમાં ડું પાડી નામે દ્વાર છે, તે આ - ભગવન્ ! કર્મપ્રવૃત્તિઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ, જ્ઞાનાવરણીય આદિ. ' વંધ' એ દ્વાર છે, તે આ - ભગવન્ ! જીવ આઠ કર્મ પ્રકૃત્તિ કેવી રીતે બાંધે છે ? ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ દર્શનાવરણીય કર્મને પામે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મોહનીય કર્મને વિપાકાવસ્થ કરે છે. દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વને પામે. મિથ્યાત્વથી આઠે બાંધે. કર્મબંધ પ્રવાહના અનાદિત્વથી, ઉક્ત રીતે કર્મબંધમાં ઈત્તરેત્તર આશ્રય દોષ થતો નથી. - - ''દિ ત્ર વાળેદિ'' દ્વાર છે, તે આ રીતે –
– જીવ કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? ગૌતમ ! બે સ્થાનો વડે - રાગથી, દ્વેષથી. . 'ફ વેલ્ડ્સ' એ દ્વાર આ રીતે છે. ભગવન્ ! જીવ કેટલી કર્મપ્રકૃત્તિ વેદે છે ? ગૌતમ ! કેટલીકને વેદે છે, કેટલીકને નથી વૈદતો. જેને વેદે છે તે આઠ છે. ઇત્યાદિ - x » X -
અનુમાનો વિશે વર્મી એ દ્વાર છે. તે આ - ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો રસ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! દશ પ્રકારે છે - શ્રોતવિજ્ઞાનાવરણ ઇત્યાદિ. અર્થાત્ દ્રવ્યેન્દ્રિયાવરણ, ભાવેન્દ્રિય-આવરણ. - કર્મ વિચારણા અધિકારથી મોહનીય સંબંધે કહે છે –