Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તેને જ પુષ્કરિણીના સ્થાન રૂપ કલ્પના કરેલ છે. પુષ્કરિણીમાં અનેક પ્રકારના કમળા હોય છે. સસાર અનેક પ્રકારના જીવ સમુદાયથી યુક્ત છે. આવા પ્રકારના સરખા પણાના આધાર પર લેકને પુષ્કરિણીની ઉપમા આપી છે. હું આયુષ્મન્ શ્રમણેા ! કમને એ પુષ્કરિણીના જલ રૂપે કહેલ છે. જેમ પાણીના સદૂભાવ હાવાથી કમળની ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે આ સૌંસારમાં આઠ પ્રકારના કર્મોથી જીવાના જન્મ થાય છે. અર્થાત્ જેમ કમળાની ઉત્પત્તિનું કારણ જળ છે, એજ પ્રમાણે સંસારમાં જીવાની ઉત્પત્તિનું કારણ જીવે ઉપાજૅન કરેલ આઠ પ્રકારના કર્યું છે. તેથી જ તેને કમલની ઉપમા આપવામાં આવી છે. આ બન્નેમાં વિસશપણુ એટલું જ કે—એક જગ્યાએ કમળની ઉત્પત્તિનુ` કારણુ જળ છે, પરંતુ જળની ઉત્પત્તિનું કારણ કમળ નથી. પરંતુ અહિયાં જીવાના જન્મનું કારણુ કર્યું છે. અને એ ક જીવે કરેલ હાય છે.
હું આયુષ્મન્ શ્રમણેા ! કામલેાગાને મે' કાદવ કહેલ છે, જેમ વાવના કાદવમાં ફસાયેલા મનુષ્યા પેાતાના ઉદ્ધારમાં સમથ થતા નથી. એજ પ્રમાણે કામલેાગથી હરાયેલા ચિત્તવાળા જીવાના સંસારથી ઉદ્ધાર થવા શકય હાતા નથી, તેથી જ હું શ્રમણા ! મે' કામભેગાની ઉપમા કાદવથી આપી છે. આ બન્ને સરખી રીતે અન્યના કારણ રૂપ છે. ફેરફાર હાય તા દેવળ એટલેા જ છે કે-૫-કાદવ માહ્ય-મહારનું ખંધન છે, જ્યારે આ ક્રાસ અને ભાગ આધ્યાત્મિક મન છે.
હે આયુષ્યમાન્ શ્રમણેા ! જનાને અને જનપદ્દાને મે અનેક સંખ્યા વાળા પદ્મવર પુડરીક કહેલ છે. જેમ વાવમાં અનેક પ્રકારના કમળા હાય છે, એજ પ્રમાણે લેાકમાં અનેક જીવે નિવાસ કરે છે. તે સ`સાર વાવના કમળા જેવા છે, આ રીતે સંસારી જીવાને કમળની ઉપમા આપી છે. અથવા જેમ કમળાથી સરાવર શોભાયમાન છે, એજ પ્રમાણે મનુષ્યાથી સ'સાર શાભાયમાન હાય છે. કમળમાં નિમ ળ સુગંધ હોય છે, મનુષ્યમાં મેક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા હાય છે. આ રીતે પેાત પેાતાના ગુણેાના કારણે બન્નેમાં સમાન પણુક રહેલ છે. તેમ સમજવું.
હું આયુષ્મન્ શ્રમણે ! રાજાને મેં વાવના પદ્મવર પુંડરીક અર્થાત્ પ્રધાન કમળ કહેલ છે. જેમ પુષ્કરિણીમાં બધાં કમળા કરતાં એક મહાન્ શ્વેત કમળ કહ્યું છે. તેજ પ્રમાણે મનુષ્ય લેાકની અપેક્ષાથી રાજા ઉત્તમ અને બધાના પર શાસન કરવા વાળા હાય છે. તેથી જ લેાક રૂપી વાવમાં રાજા રૂપી મહાન્ શ્વેત કમળ કહેલ છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૫