________________
૩૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ
જેટલો ધર્મ તેટલું પ્રશસ્ત ઃ
વિષયાસક્તો ગમે તેટલી હાનિ આવે તો ચીસો પાડે, આક્રંદ કરે, છતાં સકળદુઃખના સ્થાનરૂપ ગૃહવાસને એ કર્મથી હણાયેલાઓ છોડવા શક્તિમાન નથી થતા, એમ ઉપકારીએ ફરમાવ્યું અને એ વસ્તુને સમજાવતાં દૃષ્ટાંત વૃક્ષનું આપ્યું. જે વૃક્ષનાં મૂળિયાં ઊંડાં ગયાં હોય, તે જેમ પોતાના સ્થાનને ન તજે તેમ, વિષયાધીન જીવો પણ પોતાનું સ્થાન તજતા નથી. વડનું ઝાડ ઉપરથી કાપો તે ભલે, પણ એ મૂળથી કપાય નહિ. મજૂરોની એ તાકાત નથી. કારણ કે એમાં કારીગરી ચાલે નહિ : એનાં મૂળ ઘણાં જ ઊંડાં ગયેલાં હોય છે, તેવી જ સ્થિતિ કર્મથી હણાયેલા વિષયાધીન આત્માઓની હોય છે. ખરેખર દૃઢ સમ્યગ્દષ્ટિને શ્રી જિનશાસન ઉપર જેવો અવિહડ રાગ હોય છે, તેવો જ અવિહડ રાગ ગાઢ મિથ્યાદષ્ટિનો સંસાર ઉપર હોય છે. એવા જીવો, કર્મના ભારથી દબાયેલા હોઈ ઘણી ઘણી આપત્તિઓને નજરે જોવા છતાં અને સ્વયં ભોગવવા છતાં, દુ:ખના સ્થાનરૂપ ગૃહવાસને છોડવા શક્તિ ધરાવતા નથી અને પ્રયત્ન પણ કરતા નથી. દુઃખ વખતે રડે છે પણ ત્યાં રહીને જ, આધા જઈને નહિ. તકલીફ આવેથી રુએ, ચીસો પાડે, આક્રંદ કરે, દીન બને, પણ ઊભા તો ત્યાં જ રહે. ત્યાંથી જવાનો વિચાર સરખો પણ ન કરે. લક્ષ્મી જાય તો ગઈ એમ કહી પોક મૂકે, પણ લક્ષ્મી ગયા છતાંયે ‘છોડું’ એમ ન કહે. લાખ જાય તો ગયા એમ કહી રુએ, પણ તે ગયેલાનેય હૃદયથી છોડે નહિ. આદમી મરી ગયો તે સૌ એમ જાણે કે ગયો, પણ હૃદયથી ન કાઢે અને રોઈને પણ એવી ચેતવણી ન લે કે આપણે પણ જવું પડશે. રુએ, એને બાળી આવે અને પાછા ઘરમાં પેસે. મારી પછી જન્મેલો, આવા બંગલામાં રહેનારો પણ ગયો, એમ જાણવા છતાં પણ બાળી આવીને પાછા બંગલામાં જ પેસે. આથી જ ઉપકારીઓ કહે છે કે રુએ ખૂબ પણ ખસે જરાયે નહિ.
Jain Education International
1116
કોઈ મરી જાય ત્યારે સાધુઓ પાસે આવીને ઘણાએ કહે છે કે ‘સાહેબ ! આવો હતો. અરેરે ! મરી ગયો.' ત્યારે ઉપકારી સાધુઓ ઉપકાર બુદ્ધિથી કહે કે ‘ખરેખર ! ચેતવા જેવું છે. સંસાર જ એવો છે. એથી એનો ત્યાગ કરી નીકળવા જેવું છે.' તો તરત જ કહી દે કે ‘એવું બોલ્યા ? અમે છોડવાનું સાંભળવા નથી આવ્યા. આ તો જરા લાગણી શાંત કરવા આવ્યા છીએ !' વળી મરણ પાછળ સાચા રોનારા પણ પેલો મૂઓ માટે નથી રોતા, પણ સ્વાર્થ માટે અને ડૂમો ખાલી કરવા રુએ છે. ખરેખર, આ સંસારમાં મોટે ભાગે પારકાના ભલાના દેખાવમાં પણ અંતરગત ભાવના પોતાના સ્વાર્થની જ રહે છે. રોનારા એ
For Private & Personal Use Only
www.jainelibrary.org