________________
૧૪૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
12%
એવું વર્તવું પડશે હોં ! માટે દંભ ન કરતા. વધારે માગવું હોય તો, શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજીનું દાન અને સંયમ બેય માગજો. ઋદ્ધિને બદલે એ લખો તો ઘણું જ સુંદર છે. ઋદ્ધિ અને બળ માગે શું મળે? સભા: ઋદ્ધિ ખરી કે નહિ ?
હાથીના પગમાં બધાં જ પગ સમાય. ઋદ્ધિ તો એમાં આવી જ ગઈ. સમજુ આત્માથી એ મગાય નહિ. નાશવંત ચીજ માગવી, એમાં ડહાપણ પણ શું છે ? શ્રી અભયકુમારની બુદ્ધિ માગો તો ધર્મબુદ્ધિ માગજો, પણ લોકને ફસાવવા માટે બુદ્ધિ ન માગતા. શ્રાવકના દીકરાથી દિવાળીમાં ફટાકડા પણ ન ફોડાય. સ્નેહીઓમાં એ ન લેવાય કે ન દેવાય. આપણે તો ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણની દિવાળી છે. તે દિવસે ફટાકડા કેમ જ હોય ? એ પ્રાણાતિપાત છે કે પ્રાણાતિપાત વિરમણ છે? પ્રાણાતિપાતનાં ભેટણાં લેવાય -મોકલાય ખરાં? શ્રી બાહુબલિજીનું બળ તો માંગો છો, પણ એ બળ શા ઉપયોગમાં આવ્યું એનો વિવેક કરી, વિવેકવાળું બળ માગવું જોઈએ. કયવન્ના શેઠનો સદાચાર માગવો જોઈએ અને મુદ્દાની માગણી તો રહી જ ગઈ ! શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ પણ માગો છો ને ! કહો કે એ કયારે મળે ? શું પેઢી ચલાવવાથી એ મળે ? સંસારમાં રહ્યું એ મળે ? શ્રી ગૌતમસ્વામીજીનું તો ઘણું માગવા જેવું છે પણ બહુ ન મગાય, ન યાદ આવે તો એક એ તારકનો વિનય તો અવશ્ય માગવો જોઈએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શરણે આવ્યા પછી, એક દિવસ પણ એ તારકે માથું ઊંચું કર્યું નથી. ભગવાન કહે એ જ પ્રમાણ કરતા. એ તારકની આ મનોદશા માગવી જોઈએ, અર્થાત્ એવું માગવું જોઈએ કે જેથી દિવાળી ફળ અને તુચ્છ લાલસાઓ ઉપર અંકુશ આવે. આવું મગાય અને આવી માગણીનાં તો નિયામાં પણ થાય, બાકી તમે જે માગો છો તેમાં તો પ્રાયઃ મિથ્યાત્વ જ લાગે. ઋદ્ધિ અને બળ માગનારા, એટલે કે એનું નિયાણું કરનારા તો નરકે ગયા છે ! અનીતિને કાઢવાનો રસ્તો : સભા : માગે પણ મળે કયાંથી ?
એ વાત જુદી. મળે નહિ અને માગીને મિથ્યાત્વ સેવવું એ શા માટે ? અરે, મળે તો પણ મગાય કેમ ? એવું માગ્યું કે મિથ્યાત્વ છે, માટે એવું માગો કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org