________________
૧૮૦
——
— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -- -- -- 1272
થાય અને નિર્જરાદિકની કરણી ન થાય એવી પ્રતિજ્ઞા હોય જ નહિ અને કોઈ અજ્ઞાનીઓની પ્રેરણાથી થઈ હોય તો તોડાય. જે સમયમાં વિપ્નના પહાડ હોય, તે વખતે ધર્મની કાર્યવાહી ધોધમાર ચાલવી જોઈએ કે જેથી શુભ સંસ્કાર જાગ્રત થાય, પણ આજના અશ્રદ્ધાળુઓનો તો કાયદો જ જુદો. પ્રશંસા સુાિની હોય !
એવાઓ તો આજ કહે છે કે “જે ચીજનો ઉપયોગ કરાય તેને બનાવવાની ક્રિયાને ખોટી કેમ કહેવાય ?” ભણેલા છે એવો ડોળ કરનારાની આવી દલીલ જોઈ દયા આવે છે કે એમની પાસે દલીલ છે કે દલીલોનું દેવાળું છે ? મહાત્માની પ્રશંસા થાય, વખતે એમનાં માતાપિતાનાં ગુણગાન ગવાય, પણ માતાપિતાની મૈથુનક્રિયાની પ્રશંસા થાય ? કોઈએ સંઘ કાઢ્યો અને લાખ ખર્મા તે અહીં આવે તો હું એને પુણ્યવાન કહું, પણ કોઈ પૂછે કે એની બીજી બધી ક્રિયા કેવી ? તો શું કહું ? એ મોટા પેઢીવાળા છે એમ વખાણ કરું ? પુણ્યવાનનો ઇલકાબ તે સારી ક્રિયાના યોગે ધર્મક્રિયાના અંગે છે. એક આદમીએ ચોરીના યોગે પુષ્કળ ધન મેળવ્યું ત્યાં સુધી તો ચોર, પણ પછી ગુરુનો યોગ મળ્યો, એ સુધર્યો, એનામાં ઉદારતા આવી અને છૂટે હાથે લાખો રૂપિયા ધર્મમાર્ગે ખર્ચે તો વાંધો ખરો ? પાપી પણ પુણ્યશાળી બને ! સભા : એ જોઈ કોઈ કહે કે ગઈ કાલે તો ચોર હતો ને !
એ કહેનાર મૂર્ખા. ગઈ કાલનો ભિખારી આજે કોટ્યાધિપતિ થાય છે. ગઈ કાલનો કોટ્યાધિપતિ આજે રંક થાય છે. સયાજીરાવ મહારાજા પ્રથમ શી સ્થિતિમાં હતા, પણ જ્યારે એમને ગાદી મળી એટલે મહારાજા થયા, એટલે પ્રજાને નમન કરવું જ પડે. પ્રજામાંનો કોઈ કહે કે એમને કેમ નમાય તો એ કેવો ? ડાહ્યો કે ગમાર ? આજના દેખતા કાલે આંધળા બને છે અને આજના આંધળા કાલે દેખતા પણ બને છે. પાપી પુણ્યવાન પણ બને છે અને પુણ્યવાન પાપી પણ બને છે. દઢપ્રહારી, અર્જુનમાલી વગેરે કેવા હતા ? જેમને દેખતાં સારા માણસો કંપે એવા પાપાત્મા હતા. એનું નામ જ દઢપ્રહારી, જેને મારે તેને એવો મારે કે જીવતો ન રહે, પણ એ બન્યા ત્યારે એવા મહામુનિ બન્યા કે છે મહિનામાં કેવળજ્ઞાન મેળવ્યું. દીક્ષા લીધી કે અભિગ્રહ કેવો કર્યો ? કરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org