________________
૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ :
82
ધર્મપ્રાપ્તિ માટે નિર્વેદ-વૈરાગ્ય અનિવાર્ય : - કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન • અનુષ્ઠાન માત્રમાં ત્યાગ :
શા માટે ? • પ્રવૃત્તિ ધર્મને છાજતી જ જોઈએ :
• સંસાર એટલે ચાર ગતિ : • શ્રી મેઘરથ મહારાજાના જીવનનો એક પ્રસંગ : • બહાદુરી શામાં ? • દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ : • નરકમાં પણ શાંતિ કોણ આપે ? • શ્રી જૈન શાસનની મર્યાદા :
• પરિણામની વિચિત્રતાને વિચારો : • આજની વિલક્ષણ દશા :
• પુણ્ય અને પાપની તાકાત : • આજ્ઞા એ જ પ્રધાન :
• ઊંધા વિચારોનું પરિણામ : આજ્ઞાનો મર્મ : વિષયઃ નિર્વેદની અનિવાર્યતા કર્મ વિપાકનું વર્ણન અર્થાત ચાર ગતિઓનું
ભ્રમણ. સંસાર પર નિર્વેદ-વૈરાગ્ય આવ્યા વિના સાચું ધૂનન થઈ ન શકે માટે અત્રે નિર્વેદની સુંદર સમજાવટ કર્યા બાદ દરેક અનુષ્ઠાનોમાં ત્યાગ કઈ રીતે સમાયેલો છે, એનું ખ્યાન કર્યું છે. વચ્ચે ઉઠેલા એક પ્રશ્નના સમાધાનમાં શ્રી શાંતિનાથ પ્રભુના પૂર્વભવ મેઘરથ રાજાના જીવનમાં બનેલા સર્વસ્વ ત્યાગ કરીને ય પ્રતિજ્ઞાનું જતન કરવાના દૃષ્ટાંતનો ઉપયોગ કર્યો છે. વળી શ્રી જિનેશ્વરે જે કર્યું તે જ કરવું તેમ નહિ પણ ભૂમિકાનુસાર જે કરવાનું કહ્યું તે જ કરવાનું, એ વાત પણ સમજાવી છે. જે અંતર્ગત પ્રશસ્ત કષાયોનો જરૂરી ઉપયોગ વગેરે વર્ણવી સૂત્ર-ટીકાના માધ્યમે ચાર ગતિરૂપ સંસાર અર્થાત્ કર્મવિપાકનું વર્ણન કરવાનું શરૂ કર્યું છે.
• નિર્વેદ તથા વૈરાગ્ય વિનાનો ધર્મ એ તો વાસ્તવિક રીતે આડંબર છે.
સંસાર અસાર ન લાગે તો ક્રિયા માત્રમાં પ્રયાણ સંસાર તરફ થાય. સાચી દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ. અપવાદ પણ મૂળમાર્ગની રક્ષા માટે છે, પણ નાશ માટે નથી. ભયંકર અધર્મી પણ ધર્મ રસાયણથી સુધરે છે, આપનારમાં કરામત જોઈએ. ભાવની શુદ્ધિ માટે દ્રવ્યની જરૂર છે, પણ ભાવની રક્ષા માટે દ્રવ્યના ગુલામ બનવાની જરૂર નથી. જેનાથી આત્મા સન્માર્ગે જાય, મુક્તિમાર્ગે વળે તે શિખામણ. પ્રભુએ કરેલી નિરવધકરણી પણ આજ્ઞા મુજબ જ કરવાની. જેનું પરિણામ સારું તેને પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો. એકાદ અસત્ય વચનથી જેમ કેટલાઓનો સંસાર સળગી જાય છે, તેમ એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગ દેશનાથી અને એક ઊંધા વર્તાવથી કેટલાઓના ભાવ અને આત્મા નષ્ટ થઈ જાય છે. જેમ શાહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે, તેમ નાના પણ પાપમાં ઘણા સુકતનો નાશ
કરવાની તાકાત છે. » જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org