Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ ૩૩૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ --- 1418 કરવો જોઈએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થી આત્મા માટે અતિશય આવશ્યક છે; એ કારણે તો પરમ કારણિક શ્રી જિનેશ્વરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ' આદિરૂપ દ્રવ્યઅંધકારમાં આથડવું પડતું નથી. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન રીતે જાણવાની જરૂર છે અને તે હવે પછી – (શ્રી આચારાંગ સૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો) ભાગ-૫ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354