________________
1417 - ૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો – 94 –– ૩૩૧
ઇચ્છિત વસ્તુ નહિ મળવામાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલા પ્રમાદના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમર સુંદરીઓની પ્રાર્થનાથી એટલે જે અમર સુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસીપાસીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાં ને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યા જ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સમુદાયથી નિંદાયા કરે છે, પોતાના ચ્યવનના દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે મૃત્યુ જેનું એવો તે આક્રંદ કરે છે તથા સઘળી જ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલ્મલમાં ત્યાંથી ચવીને તે
પડે છે. અંધકારથી બચવાના ઉપાય :
ભાવઅંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે આખાયે આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતા જ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતે જોયું. ‘ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રાનો અભાવ.' વિવેક કે વિવેકી મહાપુરુષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં કેવી રીતે ફસાય છે અને એના પરિણામે નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથન દ્વારા સારામાં સારી રીતે સમર્પો છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઈચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે આપણે અનંત ઉપકારીઓના શાસનની સુંદરમાં સુંદર સેવા કરવા દ્વારા સવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જ્યાં સુધી એ ભાવચક્ષુની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુશાસનના સારને પામવાથી પરમ વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરુષોની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદી પણ ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org