Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ 1415 - ૨૪: ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો – 94 – ૩૨૯ એટલે કે આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે - એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિમાણને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મદ્યનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કમાર્ગને પ્રકાશિત કરે છે, વંદનીય પુરુષોની નિંદા કરે છે, અવંદનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એ જ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે. એ સઘળાય પાપકર્મોના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાં જ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા પરમાધાર્મિક સુરો કુંભી પાક દ્વારા પકાવે છે, કરવત દ્વારા વહેરે છે, વજકંટકોથી વ્યાપ્ત એવાં શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતના તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેનાં પોતાનાં જ અંગોના માંસનું ભક્ષણ કરાવે છે, અત્યંત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભૂંજે છે, રસી, ચરબી રુધિર મળમૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમાં તરાવે છે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઈ જઈને એ પત્રો દ્વારા તેના ખંડ ખંડ કરી નાખે છે. આ પ્રકારની પરમધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને સુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણી જ હોય છે. એ જીવની ક્ષુધા સઘળા પુલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે સઘળા સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્થના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354