________________
1295 – – ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 – – ૨૦૯ શી? કૃપણને કોઈ દાની કહે અગર કુસાધુને કોઈ સુસાધુ કહે એટલા માત્રથી એની મુક્તિ થવાની નથી, તેમજ દાતારને કોઈ પણ કહે અને સુસાધુને કુસાધુ કહે અગર સારા શ્રાવકને ખરાબ શ્રાવક કહે તેથી એની સગતિ અટકવાની નથી. વધુમાં એ વિચારો કે સારો માણસ ખોટું કરે તેથી ખોટાને કંઈ પણ હાનિ છે ? જો ખોટાને હાનિ ન હોય તો એ વસ્તુ સામે હલ્લો કરવાનો હેતુ શો ? એવા સાથે લડવાથી તો ઊલટા એ આબરૂદાર થાય અને ન લડીએ તો વગર આબરૂએ એ આપોઆપ મરે માટે સાચી સેવાની પ્રવૃત્તિ છોડી નબળાને પ્રતિષ્ઠિત બનાવવાની કાર્યવાહી ન કરો!
સતી સ્ત્રી ચાલી જતી હોય અને કોઈ બદમાશ કંઈ બોલે તો પણ એ સ્ત્રી તો સીધી ચાલી જ જાય, એનું સાંભળે પણ નહિ અને એની સામે જુએ પણ નહિ ! તેમ આ પ્રભુશાસન જેને હૈયે છે તે પોતાની જાત કરતાં શાસનને બહુ સંભાળે. કોઈ ગાળ દે તેને ગાળ દેતાં અમલદારને ન આવડે ? આવડે, એ બધું કરી શકે, પણ એ કરે જ નહિ ! એ સમજે છે કે પરિણામે એમને જ શરમાવાનો અવસર આવશે. - અસ્તુ.
ખોટાં કલંકો દેવાથી જો એ પક્ષ ફાવી જવાનો હોય, તો એને ફાવી જવા ઘો ! પણ એ રીતે ફાવવાના પ્રયત્ન ધર્મીથી તો ન જ થાય ! પૂર્વપુરુષોની આપત્તિઓ વિચારો તો સમજાય કે એ પુણ્યપુરુષોએ શું શું સહન કર્યું છે ! જ્યારે એવા પુણ્યપુરુષો ઉપર આપત્તિઓ આવે તો આપણી ઉપર આવે એમાં આશ્ચર્ય શું ? વળી ધર્મના વિરોધીઓ ખોટા આરોપો કાંઈ ઓછા આજે જ ઊભા કરે છે ? એ તો કરતા જ આવ્યા છે ! અમદાવાદમાં પણ કાંઈ ઓછા આરોપો નથી ઊભા કર્યા ! પણ એવા આરોપોથી મુંઝાયે કેમ જ પાલવે ? અને ખોટાઓ માટે બીજો ઉપાય પણ શો ? એવાઓને એમ કર્યા સિવાય ચાલે પણ કેમ ? આથી એવાઓની સામે તો નિર્ભીકપણે ઊભા રહે જ છૂટકો ! એ એમનું કામ કરે તો આપણે આપણું શાસનનું કામ કરતાં કેમ જ અટકવું ?
સભા : સાહેબ ! ટક્યા તો જ ફાયદો થયો ને ? શાસનને આંચ આવવી ન જોઈએ :
એ વાત જુદી છે. અરે, એક કેસમાં તો તેઓએ જ્યારે જોયું કે ફવાય તેમ નથી, ત્યારે આવીને કહેવા લાગ્યા કે “અમારે તમારી સાથે કાંઈ નથી, પણ વ્યાખ્યાનમાં એક વાર કહી દો કે “બાલદીક્ષા અપાય જ નહિ અને આજ્ઞા વિના બીજી દીક્ષા પણ ન જ અપાય.' વિચારો કે કઈ દશા ! કોર્ટમાં એ કેસમાં કદી કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org