________________
1341
૧૫ : નરકની દારુણ વેદનાઓ : - 85
મસ્તક જેઓનાં, છેદાઈ ગઈ છે ભુજાઓ જેઓની, કપાઈ ગયાં છે કાન, નાસિકા અને હોઠ જેઓનાં, ભેદાઈ ગયાં છે હૃદય અને આંતરડાં જેઓનાં, ફૂટી ગયાં છે આંખોનાં પડ જેઓનાં, એ જ કારણે દુઃખથી અતિશય પીડાતા, નીચે પટકાતા કે ઊંચે ઊછળતા, પૃથ્વીના તલ ઉપર વિષમ પ્રકારની ચેષ્ટાઓ કરતા, દીન બની ગયેલા અને કર્મરૂપ પડળના પ્રતાપે અંધ થઈ ગયેલા એવા નરકના આત્માઓ, પોતા માટે કોઈ પણ રક્ષકને જોઈ શકતા નથી.’
‘પણ એવા નરકના આત્માઓ, યમરાજાના પરશુથી અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદાય છે અને ચોમેરથી ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થઈ ગયેલા વિષમય વીંછીઓથી ઘેરાઈ ગયેલા હોવાના કારણે રોતા હોવા છતાં પણ કરવતથી કાષ્ટની માફક કપાય છે અને તલવારથી છેદાઈ ગયેલી છે બન્ને ભુજાઓ જેની એવા તથા કુંભીઓમાં તપાવેલા સીસાના રસનું પાન કરવાથી દુગ્ધ થઈ ગયું છે શરીર જેઓનું એવા, તે આત્માઓ મૂષાની અંદર ગયા છતાં જાજ્વલ્યમાન ખેરના અગ્નિની જ્વાલાઓથી શેકાય છે ઃ એ જ કારણે ચીસો મારતા અને અંગારકોમાં ઉત્થિત થયેલા તેઓ સળગતા અંગારા જેવા વજ્રભુવનમાં બળાય છે : આથી એ બિચારા વિકૃતપણે ભુજાઓને અને મુખને ઊંચું કરીને આર્ત્તસ્વરે રુદન કરતા અને દશેય દિશાઓને જોવા છતાં પણ સઘળીય રીતે શરણરહિત એવા તેઓના રક્ષણ માટે કોઈ પણ મળી શકતું નથી : અર્થાત્ એવી સઘળીય પીડાઓ તેઓને શરણરહિતપણે ગમે તેમ કરીને સહન કરવી જ પડે છે.'
:
આ જ પ્રકારે બિચારા નારકીઓની વેદનાઓનો સહજ ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે - “સમુત્પન્ના ઘટીવન્ત્ર-વામિપુરેવંતાત્ । आकृष्यन्ते लघुद्वारात्, यथा सीसशलाकिकाः । ।१॥ गृहीत्वा पाणिपादादौ, वज्रकण्टकसङ्कटे । आस्फाल्यन्ते शिलापृष्ठे, वासांसि रजकैरिव ।। २ ।।
दारुदारं विदार्यन्ते, दारुणः कृकचः क्वचित् । तिलपेषं च पिष्यन्ते, चित्रयन्त्रैः क्वचित् पुनः ||३||
पिपासार्त्ताः पुनस्तप्त - त्रपुसीसकवाहिनीम् । नदीं वैतरणी नामा-वतार्यन्ते वराककाः ।।४।।
Jain Education International
૨૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org