________________
17
– ૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86
–
૨૩૧
महादवग्गिसंकासे, मरुम्मि व इरवालुए ।
कलंबवालुआए अ, दड्ढपुचो अणंतसो ।।२।।" દીનપણે રોતા મને, ઊંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને લોહાદિમય કંદુકુંભીઓની અંદર જાજ્વલ્યમાન અગ્નિમાં અનંતીવાર પૂર્વે પકાવ્યોઃ મોટા દાવાનલના અગ્નિ જેવા અને મારવાડ દેશની રેતીના તપેલા સમૂહ જેવા વજવાલુકા નદીના અને કદંબવાલુકા નદીના કાંઠા ઉપર
અનંતીવાર પૂર્વે બાળ્યો: અર્થાત્ પાપકર્મના પ્રતાપે નરકગતિમાં ઉત્પન્ન થયેલા મને ત્યાં અનંતીવાર લોહાદિમય કંદુકુંભીઓમાં ઊંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને પકાવ્યો છે અને વજવાલુકા તથા કદંબવાલુકા નદીના કાંઠો કે જે અહીંના અગ્નિ કરતાં અને મારવાડ દેશની તપેલી રેતીના સમૂહ કરતાં પણ અનંતગણો ઉષ્ણ છે તેમાં પટકી પટકીને અનંતીવાર બાળ્યો છે. વળી
"रसंतो कंदुकुंभीसु, उड्ढं बद्धो अबंधवो । करवत्तकरकयाईहि, च्छित्रपुवो अणंतसो ।।३।। अइतिक्खकंट्टाइण्णे, तुंगे सिंबलिपायवे । खेवियं पासबद्धेणं, कड्ढोकएहिं दुक्करं ।।४।। मराजंतेसु उच्छू वा, आरसंतो सुभेरवं । पीलिओम्मि सकम्मेहिं, पावकम्मो अणंतसो ।।५।। कुणंतो कोलसुणएहि, सामेहिं सबलेहि अ । पाडिओ फालिओ छिनो, विप्फुरंतो अणेगसो ॥६॥ असीहिं अयसीवण्णाहिं भल्लीहिं पट्टिसेहिय ।
छिनो भिन्नो विभिन्नो अ, उववण्णो पावकम्मुणा ॥७॥" બંધુઓથી રહિત એવો હું, ખૂબ જ આક્રંદ કરતો હતો; તે છતાં પણ ઊંચો બંધાયો અને કરપત્ર તથા ક્રકચ આદિ શસ્ત્રોથી અનંતીવાર પૂર્વે છેદાયો છું.” અતિશય તીણ કંટકોથી વ્યાપ્ત અને ઊંચા શાલ્મલીવૃક્ષ ઉપર પાશબંધ દ્વારા બંધાયા છતાં ફેંકાયો છું અને ફેંક્યા પછી કરવામાં આવેલ આકર્ષણ અને પ્રકર્ષણોથી છિન્નભિન્ન થઈ ગયેલા મેં દુસહ વેદનાઓ સહી છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org