Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ 1399 ૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા – 92 સભા : ઘણી જ. જે મનુષ્યભવ, શમિલાયુગના યોગથી સૂચિત થતાં દશ દશ દૃષ્ટાંતોથી દુર્લભ છે તેનો કા૨મી રીતે નાશ કરી દેવો, જે મનુષ્યભવ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તે મનુષ્યભવમાં નરકપ્રાપ્તિના ઉપાયોની ઉપાસના કરવી અને જે મનુષ્યભવની આશા પ્રયત્નપૂર્વક અનુત્તર વિમાનમાં વસતા સર્વોત્તમ સુરો કરે છે તે મનુષ્યભવને પાપકાર્યોમાં યોજવો એ ખરે જ અવિધ વિનાની અધમતા છે. મનુષ્યભવનું દુ:ખ પ્રત્યક્ષ છે ! એવી ભયંકર અધમતાની ઉપાસનામાં પડેલા આત્માઓનું દુ:ખ વણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે - “પોક્ષ ના દુઃä, પ્રત્યક્ષ નરખમનિ । तत्प्रपञ्चः प्रपञ्चेन, किमर्थमुपवर्णयते ।।१।। નરકમાં દુઃખ પરોક્ષ છે ત્યારે નરજન્મમાં દુઃખ પ્રત્યક્ષ છે માટે મનુષ્યજન્મના દુ:ખસમુદાયને વિસ્તારથી શા માટે વર્ણવવો જોઈએ : અર્થાત્ મનુષ્યજન્મનું દુઃખ પ્રત્યક્ષ હોવાથી તેને વિસ્તારથી વર્ણવવાની કશી જ આવશ્યકતા નથી. ૩૧૩ ડહાપણ શામાં ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલું આ વર્ણન કલ્યાણાર્થી આત્માઓએ ખૂબ ખૂબ વિચારવા જેવું છે. ગુણસંપન્ન જે જે ઉપમાઓ એકાંત હિતબુદ્ધિથી એ ઉપકારી આચાર્યદેવે આપી છે એથી ઉભગી જવાની જરૂર નથી પણ અનુપમ વિવેકી બનીને એ ઉપમાઓ આપવાનો એ ઉપકારીનો જે આશય છે તેને સમજી લઈને એ ઉપકારીના આશયને સફળ કરવા ઉઘુક્ત થવું એ જરૂરી છે. Jain Education International ઉપદેશાત્મક ઉપાલંભોને હિતકર તરીકે અંગીકાર કરવા એમાં જ ડહાપણ છે. એ વિષયમાં ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરવા બરાબર છે, માટે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓમાં એવા આત્માઓથી બહુ જ સાવધ રહેવાની જરૂર છે, ઉપકારીઓના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354