________________
૩૨૩
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ –
1412
આપાદિત કરેલા બે પ્રકારના - એક “નરકગતિ આદિરૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફરમાવેલું છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષુના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એકેંદ્રિય, બેઇંદ્રિય અને તે ઇંદ્રિય જીવો બન્ને પ્રકારે અંધ છે કારણ કે તેઓમાં નથી ચક્ષનો સદૂભાવ કે નથી તો સવિવેકનો સદૂભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સવિવેકનો અભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે. આખાયે સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માએ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયોગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવઅંધતાનું કારમું પરિણામ :
દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે એમાં લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશું જ નહિ પણ એક સર્વિવેકનો અભાવ જ. એ સવિવેક સર્વમાં નથી હોઈ શકતો એ કારણે સદ્વિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સવિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફરમાવે છે; કારણ કે એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સદાયવિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશી જ કિંમત નથી આંકતા : એ જ કારણે બેય પ્રકારની સવિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિંતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે –
“ દિવસુતં સદનો વિવેશस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद्द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध -
તાપમાનને રાજુ સોડપરાધ ? ” ખરેખર એક નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org