Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 331
________________ ૨૩ઃ દેવગતિનાં દારુણ દુઃખો ઃ 93 • સુખાભાસનું ફોગટ અભિમાન ! • દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય : • શોકનો સંતાપ - • અમર્ષરૂપ શલ્યની આધિ• વિષાદનો વિવાદ - • ઈર્ષાનો અભિતાપ - • દીનવૃત્તિના ઉદ્દગાર ! • અસ્વસ્થ અવસ્થા ! - ચ્યવનચિહ્નોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન : ૦ ચ્યવનનાં ચિહ્નો : • વિષાદભર્યો વિલાપ - વિષય : સુખનાં ધામ મનાતા દેવર્નાકમાં પણ કેવળ દુઃખ જ છે, તેનું વર્ણન. નરક, તિર્યંચગતિમાં તો સુખ નથી જ. મનુષ્યલોકમાં સુખ છે એવી થતી કલ્પના તે પણ ગત પ્રવચનોનાં વિવેચન બાદ ભાંગી ગઈ. દેવલોકમાં તો સુખના જ ભંડાર હોય એવી માન્યતાનો પણ ભાંગીને ભૂક્કો કરી નાંખે એવી વાસ્તવિકતાથી ભરેલું વર્ણન આ પ્રવચનમાં આપણને વાંચવા મળે છે. પરાધીનતા, શોકાધીનતા, વિષાદમયતા, ઈર્ષા, અસૂયા, મત્સર, ભય, દૈન્ય, ચ્યવનનાં વખતનો આર્તનાદ - આવા અનેક દુઃખદર્શક પ્રસંગોમાં દેવનું જીવન પણ દુઃખી દુઃખી જ રહે છે. માટે જ જ્ઞાની ભગવંતોએ સમગ્ર સંસારને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી કહ્યો છે. એ વાત ઉપર સવિશેષ પ્રતીતિ થાય છે. ખૂબ જ મનનીય આ પ્રવચનાંશ છે, જે દરેકને જીવન જાગૃતિ પર બોધ સમર્પે છે. મુવાક્યાત ૦ તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સંપત્તિને નહિ જોઈ શકનારા આત્માઓને ઈર્ષાનો અભિતાપ ખૂબ જ બાળે છે. દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354