Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1398 સમર્પે છે. એવા આત્માઓને બાલ્યકાલમાં માતા મરજી મુજબ નચાવે છે, યૌવનકાળમાં યૌવના મરજી મુજબ નચાવે છે અને વૃદ્ધકાલમાં પુત્ર ઠીક પડે તેમ નચાવે છે, પણ એ આત્માઓ કોઈ પણ કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને શરણે થતા નથી. ધનની લાલસાથી વિવલતા : એ પ્રકારે આખાયે જીવનની બરબાદીમાં પડેલા આત્માઓને ધનની લાલસા અવશ્ય જન્મે છે, ધનની લાલસાથી એ આત્માઓ અતિશય વિક્વલ બને છે અને એ વિદ્વતાના પ્રતાપે મૂઢ બનેલો મનુષ્ય "सेवाकर्षणवाणिज्य-पाशुपाल्यादिकर्मभिः । क्षपयत्यफलं जन्म, धनाशाविह्वलो जनः ।।१।। क्वचिच्चोर्यं क्वचिद् द्युतं, क्वचिद् नीचेर्भुजङ्गता । મનુષ્યામમદો ! મૂયો, અવનિનમ્ સારા” પોતાનો આખોયે જન્મ અન્યોની સેવા, ખેતી, વાણિજ્ય અને પશુપાલ્યા આદિ કર્મો દ્વારા અફળપણે ગુમાવી દે છે; અર્થાત્ ધનની આશાથી વિહવળ બનેલો માણસ, જીવનની સફળતા સાધી લેવાને બદલે સ્વાર્થીઓની સેવા, ખેતી, વ્યાપાર અને પશુપાલપણાદિનાં કર્મો દ્વારા આખાયે જીવનને નિષ્ફળપણે પૂર્ણ કરે છે. એટલું જ નહિ પણ કોઈ કોઈ વખત તો ધનની ઉત્કટ આશાના યોગે ચોરી જેવા અધમ ધંધાનો આશ્રય કરે છે, કોઈ વખત જુગાર જેવા પાપ વ્યસનનો સ્વીકાર કરે છે અને કોઈ વખત અધમાધમ શઠતા કે જેમાં અસત્ય આદિ અનેક પાપોનો સમાવેશ થાય છે તેનો અમલ કરે છે. આ પ્રકારે - ખેદની વાત છે કે મનુષ્યો, મનુષ્યપણાને પામવા છતાં પણ પુનઃ ભવમાં ભ્રમણ કરવાનાં કારમાં સાધનો સેવે છે અને એના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોના ભોગવટાપૂર્વક ભ્રમણ કરે છે. મોહની મૂંઝવણ : એવી એવી અધમ આચરણાઓથી દુર્લભ માનવજીવનનો કારમો દુરુપયોગ કરી રહેલા મોહમૂઢ આત્માઓની મોહજન્ય મૂંઝવણ ઘણી જ કારમી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354