________________
1351 – ૧૬ નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86 – ૨૦૫ આ પ્રકારે
"निच्चं भीएणं तत्थेणं, दुहिएणं वहिएण य । परमा दुहसंबद्धा, वेअणा वेइआ मए ।।२३।। तिव्व चंडप्पगाढाओ, घोराओ अइदुस्सहा । महाभयाओ भीमाओ नरएसुं वेइया मए ।।२४।। जारिसा माणुसे लोए, ताया ! दीसंति वेअणा ।
પત્તો મuતળિગા, નરસું તુવેગ પાર” નરકમાં નિત્ય ભયભીત, વિવિધ પ્રકારનાં દુઃખોથી દુઃખિત અને કંપતા અંગવાળા મેં દુઃખથી ભરેલી પરમ વેદનાઓ વેદી છે.' નરકગતિઓમાં મેં તીવ્ર, પ્રચંડ, ગાઢ, ઘોર, અતિદુરસહ, મહાભય કરનારી અને ભયંકર એવી વેદનાઓ વેદી છે .” વધુ શું કહું ? પિતાજી ! મનુષ્યલોકમાં જે વેદનાઓ દેખાય છે એના કરતાં અનંતગણી વેદનાઓ નરકગતિમાં છે અને એવી દુઃખમય વેદનાઓ મેં નરકગતિઓમાં ખૂબ ખૂબ અનુભવેલી છે. તો પછી- હું સુખ માટે જ ઉચિત છું અથવા સુકમાર જ છું એમ કહેવું એ ઉચિત નથી અને જે મેં એવા પ્રકારની વ્યથાઓ ભોગવી છે તેવા મારા માટે
દીક્ષા દુષ્કર કેમ જ હોઈ શકે? અર્થાત્ મારા માટે દીક્ષા દુષ્કર નથી.” ડરવું શાથી?
આવાં પ્રકારનાં નરક દુઃખોનું વર્ણન ક્યા આત્માને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે ? કહેવું જ પડશે કે હરકોઈ વિવેકી આત્માને નરકગતિમાં પડેલા આત્માઓની આવી દશા અવશ્ય નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરે જ : પણ માત્ર આ સ્થળે વિચારવાનું એટલું જ છે કે વિવેકી આત્માઓએ ડરવું શાથી? વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે કારણ કે દુઃખથી ડરવામાં દુઃખ દૂર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાં જ દુઃખ દૂર થાય છે. દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે, ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. દુઃખથી ભાગનારો દુઃખથી ન બચે પણ પાપથી ભાગનારો અવશ્ય દુઃખથી બચે. આ બધા હેતુઓથી આત્માઓએ દુઃખથી નહિ ડરવું પણ દુઃખમાં હેતુભૂત પાપોથી ડરવું જોઈએ. નરકનું આયુષ્ય બાંધે કોણ?
આ હેતુથી દરેક પાપભીરુએ વિચારવું જોઈએ કે કયો આત્મા નરકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org