________________
૨૯૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
–
- 10
હરણિયાની માફક પાપના યોગે પરવશ એવા મને કુટજાળવાળા પાશોથી અનેકવાર ઠગ્યો છે, બંધનોથી બાંધ્યો છે, બહાર ન જઈ શકાય એવી રીતે રૂંધ્યો છે અને એ રીતે મારો અનેકવાર વિનાશ કર્યો છે.' ગલ, મગર અને જાલનું રૂપ ધરનારા પરમાધાર્મિક અસુરોએ મને અનંતીવાર ખોતર્યો, ફાડ્યો, પકડ્યો અને માર્યો : પક્ષીની માફક અનંતીવાર મને, વિશેષ પ્રકારે કરડનારાં શ્યન આદિ પક્ષીઓએ મને પકડ્યો, વજલેપાદિ લેપોથી સંલગ્ન કર્યો, જાલો દ્વારા બાંધ્યો અને સઘળાઓએ માર્યો.” વૃક્ષની માફક અનંતીવાર મને કુહાડાથી કૂટ્યો, પરશુ આદિથી ફાડ્યો અને છેદ્યો તથા વાઈકિથી મારી ચામડી પણ ઉતારી.' લુહારો જેમ લોઢાને ઘણ આદિથી તાડે, કૂટ, ભેદે અને ચૂરી નાખે તેમ મને અનંતીવાર ચપેટા અને બુદ્ધિ આદિથી તાડ્યો, ફૂટ્યો, ભેદ્યો
અને ચૂર્ણભૂત કરી નાખ્યો છે.” તેમજ
"तत्ताइ तंब लोहाइं, तउआणि सीसगाणि अ । पाइओ कलकलंताई, आरसंतो सुभेरवं ।।२०।। तुहं पिआई मंसाई, खंडाई सोल्लगाणि अ । खाइओमि समंसाई, अग्गिवण्णाई णेगसो ।।२१।। तु हं पिआ सुरा सीहू, मेरओ अ महणि अ ।
पज्जिओमि जलंतीओ, वसाओ रुहिराणि अ ।।२२।। અતિશય ભયંકર રીતે બુમો પાડતા એવા મને તપાવેલાં તામ્ર, લોહ, ત્રપુ અને સીસક ખૂબ ઉકાળેલાં હોવાથી કલકલ શબ્દ કરતાં પાવામાં આવ્યાં છે.' તને ખંડીભૂત કરેલાં અને પકાવેલાં માંસ બહુ પ્રિય છે' એમ યાદ કરાવી કરાવીને મારા શરીરમાંથી જ માંસ કાઢી તેને ઉષ્ણ એવું બનાવે કે જેથી તે અગ્નિના વર્ણ જેવું બની જાય, એવા મારા જ શરીરના માંસને મને અનેકવાર ખવડાવવામાં આવ્યું છે.' તને સુરા, સહુ, મેરક અને મધુ આવી આવી જાતની મદિરા બહુ પ્રિય છે એમ યાદ કરાવી કરાવીને બળતી વસાઓ અને રુધિર પાયું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org