________________
1267 - ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો – 88 –
૨૮૧ ૧૧. સઘળાય પ્રકારની વનસ્પતિઓ સર્વના ભોજ્યપણાને પામીને સદાય સર્વ
શસ્ત્રો દ્વારા ક્લેશની પરંપરાને અનુભવે છે. કારમું કૌતુક : - આ પાંચેય પ્રકારના એકેંદ્રિય જીવોની રક્ષાનું વિધાન એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ સર્વ પ્રકારે કરવામાં આવ્યું છે. અન્ય શાસનના પ્રણેતાઓને તો પૃથ્વીકાય આદિ જીવો છે એવું ભાન પણ નથી. અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વપર ઉભયનો વિનાશ કરનારી થાય છે. અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એ જ ઘોર મિથ્યાત્વ છે. કુમતોની ઉત્પત્તિ અને આજનો ઘોર ઉત્પાત એ, એ જ ઘોર મિથ્યાત્વનું પરિણામ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતરના અવાજ ઉપર જ નાચે અને બીજાઓને પણ નચાવવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુક જ છે. મૂર્તિમંત મૂર્ખતા :
એમ કારમાં કૌતુકે આજે કેટલાય જૈન નામધારીઓને પણ પાગલ બનાવ્યા છે : અન્યથા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવનારાઓ, ઘોર હિંસાના પ્રચારકને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે ઓળખાવીને મૂર્તિમંત મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકવાનું સાહસ કદી જ ન કરી શકત.
સારાસારના અને હેય ઉપાદેયના વિવેકનો અભાવ હોવાથી ધર્મના નામે વનસ્પતિકાયની કારમી કતલનો જોરશોરથી સર્વદેશીય ઉપદેશ આપનારને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા અને અન્ય પાસે મનાવવાના દિ' ઊગ્યે ધમપછાડા કરનારા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવે, એ મૂર્તિમંત મૂર્ખતા નહિ તો બીજું છે પણ શું ?
વનસ્પતિકાયની કારમી કતલના ઉપદેશની માફક જ એક વખત તેજસ્કાયના સંહારનો પણ સચોટ ઉપદેશ આપનાર અને એ કંપારીજનક સંહારના પ્રચારમાં મઝા માણનાર તથા ત્રસ તિર્યંચો તથા મનુષ્યોની હિંસાનો પણ ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉપદેશ આપનાર તથા આચરવાની પણ ઉઘાડી આગાહી આપનાર વ્યક્તિને અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા આત્માઓ – “મૂર્તિમંત મૂર્ખ તરીકે શ્રી જૈનશાસનમાં નહિ ઓળખાય તો અન્યત્ર ઓળખાશે પણ ક્યાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org