________________
૨૭૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫
–
10
બચવા માટે એ ગતિનાં આયુષ્યબંધનાં કારણોથી બચવાની કાળજી જન્મી શકે.” એ એક લાભ અને બીજો લાભ એ કે “અજ્ઞાનતાના પ્રતાપે એ જીવોને ત્રાસરૂપ થતી જે જે આપણી કારવાઈઓ, હોય તેનાથી પણ બચી શકાય.' એવી કારવાઈઓથી બચનારો આત્મા અહિંસક બનવા સાથે કર્મથી પરવશ થયેલા આત્માઓને ત્રાસરૂપ થતો અટકે છે એટલે ઉભયને લાભ છે.
તિર્યંચ ગતિમાં પડેલા પાપાત્માઓને કેવા કેવા પ્રકારનાં દુઃખો કેવી કેવી રીતે થાય છે એ વગેરે વસ્તુનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવના સ્પષ્ટીકરણ કરતાં સારામાં સારું કર્યું છે અને આ પ્રસંગે એ ખાસ જોવા જેવું છે પણ તે હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org