________________
૨૭૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –-
15:
અનંત ઉપકારી પરમાત્માએ સ્થાવર જીવો કેટલા પ્રકારના અને કેવી રીતે રહ્યા છે એ વગેરે ઘણી જ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. સ્થાવર જીવોના પ્રકાર :
સ્થાવર જીવોના મુખ્ય પ્રકાર પાંચ છે. ૧. પહેલો - “પૃથ્વીકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં સ્ફટિકરન,
મણિ, રત્ન, વિદ્રુમ આદિ અનેકનો સમાવેશ થાય છે. ૨. બીજો – “અષ્કાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનોદધિ આદિ
સર્વ પ્રકારના પાણીનો સમાવેશ થાય છે. ૩. ત્રીજો – ‘તેજસ્કાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં વીજળી આદિ
સર્વ પ્રકારની અગ્નિનો સમાવેશ થાય છે. ૪. ચોથો – ‘વાયુકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનવાત આદિ
સર્વ પ્રકારના વાયુનો સમાવેશ થાય છે. ૫. પાંચમો – “વનસ્પતિકાય' નામનો પ્રકાર છે, “વનસ્પતિકાયના મુખ્ય
બે વિભાગ છે : એક પ્રત્યેક વનસ્પતિકાય' અને બીજો “સાધારણ વનસ્પતિકાય.” “પ્રત્યેક વનસ્પતિકાય' તેને કહેવાય છે કે જેના એક શરીરમાં એક જીવ હોય અને “સાધારણ વનસ્પતિકાય તેને કહેવાય છે કે જેના એક શરીરમાં અનંતા જીવો હોય : ફળ, ફૂલ આદિ પ્રત્યેક વનસ્પતિકાય'માં ગણાય છે અને કંદ આદિ “સાધારણ
વનસ્પતિકાય'માં ગણાય છે. આ પાંચ પ્રકારના જીવોના સૂક્ષ્મ અને બાદર આદિ પ્રકારો છે. આ જીવોને માત્ર “સ્પર્શના” નામની એક જ ઇંદ્રિય હોય છે. ૨. ત્રસ જીવો ત્રસ નામકર્મના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ
ધરાવે છે : એ જીવો ચાર પ્રકારમાં વહેંચાયેલા છે :
૧. બેઇંદ્રિય, ૨. ટીંદ્રિય, ૩. ચતુરદ્રિય અને ૪. પંચેન્દ્રિય : ૧. “શંખ આદિના જીવો બે ઇંદ્રિયોવાળા હોય છે, કારણ કે એ જીવોને
૧. સ્પર્શના, અને ૨. રસના” આ બે જ ઇંદ્રિયો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org