________________
૧૫ ઃ નરકની દારુણ વેદનાઓ :
85
૦ અતિ આસક્તિનું પરિણામ :
• ટીકાકાર મહર્ષિની અભિલાષા : • વેદનાઓનો સહજ ખ્યાલ :
વિષય : ટીકાકાર અને કલિકાલ સર્વજ્ઞશ્રીજીના શબ્દોમાં નરકનાં દુઃખોનું
તાદશ વર્ણન.
પહેલા જણાવ્યા મુજબ નરક એ નીચતમ ગતિ છે. એમાં વેદનાનો પાર નથી. એ વેદના કેટલી કેટલી અને કેવા કેવા પ્રકારની છે અને ક્યા ક્યા પાપકર્મોના વિપાકરૂપે પ્રાપ્ત થાય છે એની વાત કહેવાની ટીકાકાર મહર્ષિએ શરૂઆત કરેલી છે. તેના અંતર્ગત કેટલાક શ્લોકો દ્વારા એ વાત કરી છે, તેને જ પુષ્ટ કરવા માટે પ્રવચનકારશ્રીજીએ ‘યોગશાસ્ત્રના આધારે પણ નરકગતિના દુઃખોનું સુંદર વર્ણન કર્યું છે. જે વાંચતા દરેક લઘુકમ આત્માઓ ધ્રુજ્યા વિના ન રહે અને જે પાપના યોગે એ દુઃખોનો આત્મા સ્વામી બને છે, તે પાપકર્મ કરતાં આપોઆપ અટકે.
મુવાજ્યાગૃત
ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org