________________
108
- ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82
–
૨૧૭
વળી આ પક્ષીને ખાઈ જવાથી તને એક ક્ષણ જ તૃપ્તિ થશે, પણ આ પક્ષીનો તો સર્વ જન્મનો જ અપહાર થશે; એટલે તારી તો એક ક્ષણની તૃપ્તિ અને આ પક્ષીનો તો સર્વનાશ. બીજું - પંચેંદ્રિય પ્રાણીઓનો વધ કરવાથી અને તેના માંસનું ભક્ષણ કરવાથી જીવો નરકમાં જાય છે અને દુઃખે કરીને સહી શકાય તેવા પ્રકારની વ્યથાઓને સહન કરે છે. તો પછી - ભૂખ્યો એવો પણ વિવેકી આત્મા આ લોકમાં ક્ષણ માત્ર સુખ આપનાર અને પરલોકમાં અત્યંત દુઃખ કરનાર એવા પ્રાણીવધને કેમ જ કરે ? વધુમાં - તારી ભૂખની પીડા તો બીજા પણ ભોજનથી શમી જાય તેમ છે. શું સાકરથી શમી શકે એવો પિત્તાગ્નિ દૂધથી નથી શમી જતો ? અર્થાત્ જેમ સાકરથી શમનારો પિત્તાગ્નિ દૂધથી પણ શમી જાય છે તેમ તારી સુધાની પીડા બીજા પણ ભોજનથી શમી જાય તેમ છે. ધ્યાનમાં રાખજે કે – પ્રાણીઓના વધથી પ્રાપ્ત થતી નરકમાં ઉત્પન્ન થતી પીડાઓ સહન કર્યા સિવાય અન્ય કોઈ પણ પ્રકારથી શમતી નથી એ વાત સર્વ પ્રકારે નિશ્ચિત છે. તે કારણથી - હે યેન ! તું આ પ્રાણીવધને મૂકી દે અને એક ધર્મને સમાચર કે જેથી સંશયરહિતપણે તું ભવે ભવે સુખને પામશે. આ પ્રકારના - ઉપદેશનું શ્રવણ કરવા છતાં પણ પોતાના નિશ્ચયમાં દઢ બનીને આવેલા તે શ્યન પક્ષીએ મનુષ્યભાષાથી શ્રી મેઘરથ મહારાજાને કહેવા માંડ્યું કે –
"मनुष्यभाषया श्येनोऽप्य-भाषत महीपतिम् । भवन्तं मद्भयादेषः कपोतः शरणं ययौ ।।१।। क्षुत्पीडयादितोऽहं तु, कं यामि शरणं वद ?। सर्वेष्वप्यनुकूला हि, महान्तः करुणाधनाः ।।२।। यथैनं त्रायसे राजं-स्तथा त्रायस्व मामपि । इमे गच्छन्ति हि प्राणा, बुभुक्षाबाधितस्य मे ।।३।। धर्माधर्मविमर्शो हि, सुस्थितानां शरीरिणाम् । धर्मप्रियोऽपि किं पापं, न करोति बुभुक्षितः ? ।।४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org