________________
२१७
- आगसूत्रन व्यायानो - ५
1302
મેઘરથ મહારાજાના ખોળામાં રહ્યું; પણ એટલામાં તરત જ તેની પાછળ શ્યન નામનું પક્ષી “હે રાજન મારા આ ભક્ષ્યને મૂકી દે' એમ બોલતું આવ્યું. એ પક્ષીને ઉદ્દેશીને શ્રી મેઘરથ મહારાજાએ કહેવા માંડ્યું કે -
"श्येनमूचे नृपोऽप्येवं, नार्पयिष्याम्यमुं तव । क्षत्रियाणां न धर्मोऽयं, शरणार्थी यदर्प्यते ।।१।। अपरं च तवापीदं, युज्यते न हि धीमतः । परप्राणापहारेण, स्वप्राणपरिपोषणम् ।।२।। उत्खन्यमाने पिच्छेऽपि, यथा ते भवति व्यथा । अन्यस्यापि भवत्येवं, मार्यमाणस्य का कथा ? ।।३।। जग्धेनाप्यमुना तृप्ति-र्भाविनी क्षणमेव ते । सर्वजन्मापहारस्तु, पक्षिणोऽस्य भविष्यति ।।४।। पञ्चेन्द्रियप्राणिवधात्, तन्मांसस्य च भक्षणात् । नरके जन्तवो यान्ति, सहन्ते दुःसहां व्यथाम् ।।५।। परत्रात्यन्तदुःखाय, क्षणमत्र सुखाय च । विवेकवान् कथं हन्यात्, प्राणिनं क्षुधितोऽपि हि ? ।।६।। अपरेणापि भोज्येन, क्षुत्पीडा हन्त शाम्यति । पित्ताग्निः शर्कराशम्यः, पयसा किं न शाम्यति ।।७।। न च प्राणिवधप्राप्त-नरकप्रभवा व्यथाः । केनापि हि प्रकारेण, शाम्यन्ति सहनं विना ।।८।। ततः प्राणिवधं मुञ्च, धर्ममेकं समाचर ।
भवे भवे येन सुखं, प्राप्नोषि त्वमसंशयम् ।।९।। આ કબૂતર હું તને આપીશ નહિ કારણ કે ક્ષત્રિયોનો એ ધર્મ નથી કે 'श२९ना अर्थाने मापी वो.' वणी - બીજી વાત એ છે કે બુદ્ધિશાળી એવા તારા માટે પણ પારકાના પ્રાણોના અપહારથી પોતાના પ્રાણોને પોષવું એ યોગ્ય નથી. તું એ પણ વિચાર કે - જેમ એક પીંછું પણ ઉખેડવાથી તને પીડા થાય છે તેમ અન્યને પણ એ પ્રમાણે પીડા થાય તો પછી જેને મારી નાખવાની પ્રવૃત્તિ કરવામાં આવે તેની પીડા માટેની તો વાત જ શી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org