________________
1271
–
– ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80
–
૧૮૫
દાવાનળ ઠંડા હતા. દેશનાની એવી ધોધમાર વૃષ્ટિ ચાલતી હતી કે અગ્નિને સળગવું ભારે હતું. આજે મિથ્યાત્વના અગ્નિ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યા છે, તે વખતે સમ્યકત્વના પંપ કેટલા મજબૂત જોઈએ ? વળી બીજું આપણે એમ કહીએ છીએ કે અંતરાયનો ઉદય હોય ત્યારે અંતરાય તોડવાની ક્રિયા વધારવી જોઈએ, નહિ કે અંતરાય વધારવાની ! ધર્મક્રિયા એ અંતરાય તોડનારી વસ્તુ છે.
શ્રી સિદ્ધગિરિની યાત્રાનો અંતરાય, એ સામુદાયિક ગણાય. એ વખતે અંતરાયને તોડવા માટે અનુપમ ઉપાયરૂપ ઓચ્છવ, સ્વામીવત્સલ, પૂજા, ગુરુપ્રવેશ મહોત્સવ વગેરે થાય કે ન થાય ? એ બધું ન કરવાની બૂમ મારનારાઓએ એ બધું બંધ કરવાની બૂમ મારી, પણ પોતાની પાપમય પેઢીઓ બંધ કરવાની બૂમ એમાંના કોઈએ પણ ન મારી ! પાપના ઉદયે અંતરાય આવે, માટે આરંભસમારંભ બંધ કરવા જોઈએ, એ બૂમ તો કોઈએ ન મારી કે જેથી અંતરાય તૂટે ! વેપાર તો ચાલુ રાખવો, માત્ર ઓચ્છવાદિ જ ન કરવા, ઉજમણાં વગેરે ન કરવાં, એવી બૂમ મારી ! વિચારો કે સામુદાયિક પાપના ઉદયથી તો શત્રુંજયની યાત્રા બંધ થઈ ત્યારે ઉપાય અંતરાય ટાળવાનો હોય કે વધારવાનો ? કહેવું જ જોઈએ કે અંતરાય ટાળવાનો અને એ કારણે એ વખતે તો ચોવીસે કલાક ધર્મમાં ગાળવા જોઈએ. શ્રી શત્રુંજય હૃદયમાંથી ખસવો ન જોઈએ. એ હૃદયમાં જીવતોજાગતો રહે માટે પુણ્યવાનોએ ઠામઠામ તિથિએ પટ બંધાવવાનું ચાલુ રાખ્યું, જેથી ભાવના મંદ ન થાય અને યાત્રાએ જવાનું બંધ કરવું પડ્યું છે છતાં ભાવના ભૂંસાય નહિ. ભાવના ભૂંસાય તો અંતરાયના ભાગીદાર થવાય. એ વખતે પૂજાપ્રભાવના અને આયંબિલ-એકાસણાં ખૂબ થતાં હતાં એ શા માટે ? એ યોગે અંતરાય તૂટે, એથી પાપોદય જાય, પુણ્યોદય જાગે, અંતરાય ટળે અને ભાવના ફળે એ માટે ! ગુરુ આવે ત્યારે પ્રવેશ મહોત્સવ થાય તો ગુરુ ના કહે ? સંવરની કે નિર્જરાની કે શુભાશ્રવની એક પણ ક્રિયાને સાધુથી નિષેધાય ? “શ્રી શત્રુંજયની યાત્રા ન ઊઘડે ત્યાં સુધી અઠ્ઠાઈ ઉત્સવ ન કરું, સંઘવી ન બનું, આબુજીની યાત્રા ન કરું, સ્વામીવાત્સલ્ય ન કરું' - આવા પાપરૂપ નિયમો લેવાય ? કહો કે ન જ લેવાય. બાકી “લગ્ન ન કરું, બ્રહ્મચર્ય પાળું અને આરંભ-સમારંભાદિક ન કરું, એવા નિયમ તો જરૂર લેવાય, પણ આ વાતો કોણ કરે? જેના હૈયામાં પ્રભુની આજ્ઞા પરિણામ પામી હોય છે. પણ આગમની આજ્ઞામાં નહિ માનનારાઓ તો ઊંધી જ જાતના નિયમો આદરે. એ જ કારણે કહેવું પડે છે કે અશુભ કર્મનો બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org