________________
1287
વધુમાં -
કેમ કે
-
૧૧ : જાતના ભોગે શાસનરક્ષા
‘હે પુત્રી ! તું તારા હ્રદયમાં એવી એક લેશ પણ શંકા ન કરતી કે પિતાના ઘરમાં નિત્ય રહેવાથી અને અતિ પરિચયથી મારી અવજ્ઞા થશે.’
81
"नित्याऽवस्थानतो नून-मत्यासङ्गात् पितुर्गृहे ।
अवज्ञा मे भवित्रीति मा शङ्किष्ठा मनाग् हृदि । । १० ।। “વવૃત્ત મવૃત્ત સર્વ, મોક્ષ્યતે પરિષાસ્યતે। सर्वं प्रमाणं सर्वस्य त्वत्कृतं च शुभाशुभम् ।।११।। "
‘આ મારા ઘરમાં સઘળાય તારું જ આપેલું ખાશે ને પહેરશે, અર્થાત્ મારા ઘરમાં તારું કરેલું સુંદર અગર અસુંદર સઘળુંય સર્વને પ્રમાણભૂત છે.’
આ પ્રકારનાં અમૃત જેવાં વચનોથી પોતાની પુત્રીને એ પુણ્યશાળી પિતાએ મરણના વિચારથી અટકાવી અને ધર્મકર્મમાં પ્રવૃત્ત થાય એવી રીતની સુંદરમાં સુંદર હિતશિક્ષા સમર્પી.
Jain Education International
૨૦૧
પરિણામે - પતિની પાછળ મરવાને તૈયાર થયેલી એ શેઠની દીકરી પોતાના એ અજ્ઞાન ભરેલા વિચારને છોડી દઈને, પિતાની હિતશિક્ષાનો સ્વીકાર કરીને સંવિજ્ઞ હૃદયવાળી બની અને શ્રદ્ધાપૂર્વક હંમેશાં ઉજમાળપણે પુણ્યકૃત્યો કરવા લાગી.
આજે જે લોકો પોતાની જાતને સુધારક મનાવવાનો દાવો કરે છે, તે લોકો આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુલમાં જન્મવા છતાં અને પરમશુદ્ધ એવા શ્રી વીતરાગના શાસનનો સુયોગ પ્રાપ્ત થવા છતાં, આવા ઉન્નત વિચારોના ઉપાસક બનવાને બદલે ‘વિધવા -વિવાહ’ જેવા ધર્મનાશક વિચારોના ઉપાસક કેમ બને છે, એ શું વિચારણીય નથી ? ખરે જ, એ બિચારાઓને કોઈ સુપંથે વાળનારા મળી શકતા નથી ! અને મળી શકે તેવો યોગ હોય તો પણ કમનસીબીના યોગે તેવાઓ તેવા યોગનો યોગ્ય લાભ મેળવી શકતા નથી ! અસ્તુ. અત્યારે આપણે આ કથાના પ્રસંગો ઉપર વિવેચન કરવા નથી માગતા, કારણ કે આપણે તો આ પ્રસંગ એટલા જ માટે લીધો છે કે ‘સારી બુદ્ધિથી પણ કોઈના ઉપર ખોટાં અને બનાવટી કલંકો મૂકવાં, એ ધર્મના જ્ઞાતા આત્મા માટે યોગ્ય નથી, કારણ કે એમ કરવાથી ક્લિષ્ટ કર્મનો બંધ થાય છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org