________________
૨૦૬.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ——–
1292
-
પત્નીનો તિરસ્કાર કર્યો. આથી તેની પણ તે રાત્રિ દુઃખપૂર્વક પસાર થઈ અને પ્રાતઃકાલે બેયના દ્વારા એ વાત જાણીને, બહેને બેયના હૃદયનું સમાધાન કરી શાંતિ ફેલાવી.
આ રીતે બન્ને ભાઈઓની પરીક્ષા કર્યા બાદ, બહેને નિર્ણય કર્યો કે સ્નેહના યોગે મારા ભાઈઓ મારું કરેલું સારું અગર નરસું સવ કાંઈ સારું જ છે એમ માને છે, માટે મારે હવે ભોજાઈઓના ઊંચા-નીચા કથનની પરવા કરવાની કશી જ જરૂર નથી !' – એમ નિર્ણય કરીને તેણે પૂર્વની માફક પાછું દાનાદિ કરવા માંડ્યું.
આ બધા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ પ્રમાણે કરવાનો બહેનનો કશો જ ખરાબ ઇરાદો ન હતો. કેવળ પોતાથી પોતાની ધર્મકરણી નિઃશંકપણે કરી શકાય, એ હેતુથી ભાઈઓની માત્ર પરીક્ષા કરવાનો જ ઇરાદો હતો, તે છતાંય શાસ્ત્રકાર કહે છે કે –
"मायागर्मोपदेशेन, तेनान्याऽसुखहेतुना ।
વજ્ઞાતિ સમ પર રામવેદમસી મ્ III" “અન્યને દુઃખના હેતુભૂત ને માયામિશ્રિત ઉપદેશના યોગે તેણીએ દઢ
અને ઉત્કટ અશુભ વેદનીય કર્મનો બંધ કર્યો.' ઉદાહરણ ઉપરથી નીકળતું તારણ છતા પણ દોષ ન બોલાય તો અછતા દોષ કેમ જ કહેવાય ? પારકા ભૂંડામાં પોતાનું ભૂંડું
| વિચારો કે ખરાબ ઇરાદા વિના પણ કોઈના ઉપર અછતા આરોપો કરવામાં કેવી હાલત થાય છે ? આથી હિતેષીએ કોઈના ઉપર પણ ખોટા આરોપો મૂકવા જેવી પ્રવૃત્તિ ન જ આદરવી જોઈએ, છતાં પણ આજની દશા તો કોઈ જ જુદી જ છે ! ખરેખર, આજે આ વીસમી સદીમાં તો સ્વચ્છંદવાદ જોસભેર ચાલી રહ્યો છે, એના જ યોગે આ દશા છે ! પણ સજ્જન માટે તો કાયદો જ જુદો જ છે અને હોવો જોઈએ. સાચી વાત હોય, નજરે જોઈ હોય, તો પણ સજ્જન જો એ હિતકર ન હોય તો એ ન બોલે. અવસરે સુધારવાના પ્રયત્નો કરે, પણ હોઠે કેમ બોલે ? સજ્જનને તો તે પ્રસંગો – એવું અકાર્ય પોતાની નજરે જોવાના પ્રસંગો - આવે નહિ, પણ કદી આવી જાય તો પણ એ અનેકનું અહિત થાય તે રીતે દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org