________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
મળેલું પણ વર્લ્ડ્સ, હેય માન્યું, ભગવાન મહાવીરદેવ પણ તેવું સમજાવે છે, છતાં એ માગી રહ્યા છો, એ કેવો પોતાના આત્મા ઉપર ભયંકર જુલમ ? દાન અને સંયમ એમની પાસે માગો ! સીધી લબ્ધિને બદલે ગૌતમસ્વામી પાસે ગુરુભક્તિ માગો ! ભગવાન શ્રી બાહુબલી પાસે વિવેકવાળું બળ માગો ! અને શ્રી અભયકુમાર પાસે પણ ધર્મબુદ્ધિ માગો ! એ પુણ્યાત્માઓની પાસે માગવાનું તો ઘણું છે. એ બધા તો સાચા શ્રીમાન હતા. પૂરા હતા પણ અધૂરા નહોતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગો છો તે ન મગાય : ચોપડામાં માગણી કરવામાં આટલો ફેરફાર થાય, તો એ આત્માથી અનીતિ આદિ થાય ? આજની માગણીમાં આદર્શ એકમાત્ર ઋદ્ધિનો અને એને મેળવવામાં આવતાં વિઘ્નો ટાળવા માટે બળ માગે તથા કામસુખ માટે લબ્ધિ માગે ! કહો કે શુદ્ધ ધ્યેય કયું ? શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ ભગવાન શ્રી મહાવી૨દેવની સેવામાં આવવા માટે માગો છો ? આ તો અંગૂઠો પડે ત્યાં ખૂટે નહિ, એ ધ્યેય ! સમ્યગ્દષ્ટિની માગણી એવી હોય કે એ ચોપડો ઇતર જુએ તો પણ આશ્ચર્ય પામે.
૧૯૭૨
:
૨સોડે, બજારમાં, ચોપડામાં, પેઢી પર બધે સમ્યગ્દષ્ટિનું જૈનત્વ ઝળકવું જોઈએ. મંદિર અને ઉપાશ્રયમાં જૈન કહેવાઓ, એમ જ બધે જૈન કહેવાઓ બીજે વાણિયા ન કહેવાઓ. મંદિર ઉપાશ્રયમાં તો જૈન દેખાવું જ પડે, એમાં નવાઈ નથી, પણ બધે જૈનત્વ દેખાય એમ વર્તો. પ્રતિબંધક સંયોગોમાં પણ જૈનત્વ બતાવવું જોઈએ.
1248
શ્રી ધન્નાશાલિભદ્રનાં દાન તથા ત્યાગ મંગાય. એ પુણ્યાત્માનાં દાન તથા ત્યાગને છોડીને તમે તો વચ્ચેથી લક્ષ્મી માગો છો, પણ વિચારો કે એવી ત્યાગવૃત્તિ વગર એ લક્ષ્મી પચે ? એવી લક્ષ્મી સામાન્યને પચે ? ધનાજીને ચિંતામણિ મળ્યું હતું તે છેડે બાંધ્યું, કદી છોડીને જોયું નથી. તમને મળે તો ચોવીસે કલાક માગો, માટે સમજો કે એવાને મળે પણ નહિ.
આજની દિવાળી એવી ઊજવો કે આવતી દિવાળીએ જીવન આવું ને આવું જાપ્રેમી ન રહે. તમારી ઉજવણી અને હું કહું છું તે ઉજવણીમાં ભેદ છે. ધ્યેય ઘડો કે આવતી દિવાળી પહેલાં નિર્વેદ અને વૈરાગ્યના ફુવારા આપણામાં ફૂટે. એ ફુવારા કેમ ન ફૂટે ? આ ભાવના થાય તો આત્માને ખરાબ કરે એવી દુનિયાની કઈ ચીજ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org