________________
૯ : દિવાળીની દેશના અને માગણી - 79
૧૭૫
પહેલાં નહિ બતાવવાની સૂચના આપીને, ચાર હજાર સોનૈયાની કિંમતે બજારમાં વેચવા પોતાના ધણીને મોકલ્યો. મૂઠીમાં કાગળ રાખીને એ બજારમાં ફરવા લાગ્યો, પણ માલ બતાવ્યા વગર બંધ કાગળના ચાર હજાર સોનૈયા આપે કોણ ? ત્રણ દિવસ ફર્યો, પણ કોઈ લેનાર મળ્યું નહિ. ચોથે દિવસે એ ફરતો હતો ત્યાંથી રાજપુત્ર નીકળ્યો. એણે કાગળ જોવા માગ્યો, પણ બ્રાહ્મણે કહ્યું કે ‘જેણે વેચવા મોકલ્યો છે તેણે દામ મળ્યા વગર માલ બતાવવાની મનાઈ કરી છે.’ કુંવરની પાસેનાં માણસોએ પણ જણાવ્યું, ‘સાહેબ ! એ તો ત્રણ દિવસથી આમ ફરે છે.' રાજપુત્રે વિચાર કર્યો કે ‘ત્રણ દિવસથી આ રીતે ફરતો ફરે છે, છતાં કોઈને બતાવતો નથી, માટે એમાં જરૂર માલ હશે.' તરત પોતે એને કિંમત અપાવીને કાગળ લીધો અને વાંચ્યો : તેમાં લખ્યું હતું કે -
એના સોનૈયા હજા૨,
૧. જાગતા નર સાર
૨. વેરી આદર સાર
એના સોનૈયા હજા૨,
૩. સ્ત્રીને શિક્ષામાં સાર
એના સોનૈયા હજાર,
૪. ક્રોધને માર્યામાં સાર એના સોનૈયા હજાર.
આ વાત શાસ્ત્રીય નથી પણ લૌકિક વાત છે. આપણે તો સાર લેવાનો છે. રાજપુત્રને આ વાચો કીમતી લાગ્યાં પણ અનુભવવાનું મન થયું. પોતાના દીવાનખાનામાં આ વાક્યો મોટા અક્ષરે લખાવી અરીસામાં મઢાવીને ચોડ્યાં. ચારે તરફ એવા અરીસા ગોઠવ્યા કે નજરે તરે : વગર જોયે દેખાય. અને એ મલિન ન થાય એ રીતે વ્યવસ્થા રાખી. એક દિવસ પહેલું વાચ અનુભવવાનું મન થયું, એટલે રાતના જાગવાનો નિર્ણય કર્યો.
1251
-
-
આ વાકયનો તાત્ત્વિક દૃષ્ટિએ તો એ અર્થ થાય કે અપ્રમાદી બનવું, પણ એ પછી વિચારીશું. હાલ તો દૃષ્ટાંત પૂરતા સામાન્ય અર્થો જ લઈએ.
Jain Education International
એ રાત્રે એ કુંવર જાગ્યો. ભવિતવ્યતાના યોગે એવું બન્યું કે એ રાજ્યની કુલદેવીને ખબર પડી કે ‘આજ રાત્રે રાજકુંવરનો પૂર્વભવનો વૈરી સર્પ આવીને રાજકુંવરને કરડવાનો છે તથા કુંવર મરવાનો અને રાજા નિર્વંશ થવાનો !' તથાપિ પોતે એને મિથ્યા કરી શકે તેમ નથી અને રાજ્ય નિર્વંશ થાય, માટે એ રાજ્યની કુલદેવી રાત્રે નગર બહાર રુદન કરે છે. મધ્યરાત્રિએ બધા જંપ્યા હોય ત્યારે દૂરના પણ સ્વર સંભળાય. કોઈ સ્ત્રીનું રુદન સાંભળી કુંવરે પોતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org