________________
1125 – ૨ ઃ ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - ૩૯ લક્ષ્મીને સાતે ક્ષેત્રમાં સમર્પ અને નક્કી કર્યું કે દશ દિવસ ઘરમાં રહેવું અને અગિયારમા દિવસની સવારે અનંતજ્ઞાનીઓએ એકાંત કલ્યાણ માટે ઉપદેશેલી પરમ કલ્યાણકારિણી દીક્ષા લેવી. આ દશાના પરિણામે પાપ ભાગ્યું અને પુણ્ય જાગ્યું. દશમા દિવસની રાત્રે આવીને લક્ષ્મી કહે છે કે “જાઉં નહિ.' શેઠ કહે કે રાખું નહીં. જવાની ચીજને અત્યાર સુધી રાખવામાં બેવકૂફી કરી છે. હવે તો સવારે અમે સઘળાય પ્રભુના શરણે જવાનાં છીએ.” સવારે બધાંએ દીક્ષા લીધી.
આથી સમજાશે કે સમ્યગ્દષ્ટિ આત્માની કોઈ દશા જ ઓર હોય છે અને હોવી પણ જોઈએ. સામાન્ય દુનિયા પણ જો કોટ્યાધિપતિ કરોડ તજે તો લોકો તેને હાથ જોડે અને “આ ધન્ય છે” એમ કહે, પણ જો એ દેવાળું જ કાઢે તો તો એનો ફિટકાર કરે કે એ બિચારો બજારમાં પણ નીકળી શકે નહિ અને લાંબે દિવસે નીકળે તો પણ જો જાતવાન હોય તો મોટું નીચું જ રાખવું પડે. આથી જ પરમ ઉપકારી જ્ઞાની પુરુષો ફરમાવે છે કે પુણ્ય પરવારે નહિ એ પહેલાં, તાળાં દેવાય નહિ એ પહેલાં, કોઈ ઉપાડીને ફેંકી આવે નહિ તે પહેલાં ચેતો. આખરે સગાવહાલા જ અટવીમાં ફેંકી આવશે. પિતાના શબને અગ્નિ કોણ મૂકે? કહો કે હોય ત્યાં સુધી દીકરી મૂકે : તેમાંય મોટો હોય એ મૂકે. માટે એવું બને તે પહેલાં તો તો દીપશો, શાસનને દીપાવશો અને અનેક આત્માને પણ ઉપકારના કારણભૂત થશો. માટે જાગો અને સાવધ થાઓ. અને તેમ કરવું એ કલ્યાણમાર્ગના અનુયાયી તરીકે તમારી અનિવાર્ય ફરજ છે. કારણ કે ફરી ફરી આવી સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org