________________
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
1180
કારણ કે - સ્નેહથી પણ આ પિતા મુનિએ મારા માટે દુશ્મનનું જ કાર્ય કર્યું છે, કેમ કે તે સમયે મને તેમણે દુર્ગતિના નિમિત્તાનો ઉપદેશ કર્યો. તે ઉપદેશને અનુસરીને – “જો મેં તે સમયે આ મારા પિતામુનિના તે વચનથી સચિત્ત પાણી પીધું હોત, તો વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલા પાપથી હું ભવમાં ભમ્યો હોત. આ કારણથી – “પંડિતો માટે ગુરુ પણ અને પિતા પણ તે જ પૂજ્ય છે કે જે ગુરુ શિષ્યને અને જે પિતા પુત્રને ઉન્માગમાં ન પ્રવર્તાવે.”
આ પ્રમાણે કહીને એટલે પોતાના પિતામુનિને હિતશિક્ષા આપીને, તે “ધનશર્મા દેવલોકમાં ચાલ્યો ગયો. આ ઉપરથી ઘણી જ સહેલાઈથી આ વાત સમજી શકાય તેમ છે કે ગમે તે ભોગે પણ પોતાના આત્માને ઉન્માર્ગે પ્રયાણ કરતાં બચાવવો જોઈએ, અને પિતા કે ગુરુ એટલે કે હિતેષી પણ તેને જ માનવા જોઈએ, કે જે આપણા આત્માને ઉન્માર્ગે ન પ્રવર્તાવે, કારણ કે ઉન્માર્ગની પ્રવૃત્તિ એ આત્માનો ભયંકરમાં ભયંકર નાશ છે અને એ જાતનો ભયંકર નાશ આત્માને ચિર સમય સુધી સંસારમાં રઝળાવનારો નીવડે છે.
માટે સ્વયં પણ ઉન્માર્ગે ન જવું અને અન્યની સલાહ પણ તેવી હોય તો ન સ્વીકારવી, એ કલ્યાણના અર્થીની અનિવાર્ય ફરજ છે. એ ફરજના પાલનમાં જ આત્માનું વાસ્તવિક હિત છે. હિતની સાધના કંઈ સહેલી નથી, કે જેથી તે ગમે તેમ વર્તવાની કે ગમે તેના અનુયાયી અને આજ્ઞાપાલક બની જવાથી સાધી શકાય માટે હિતના અર્થીએ, ઉન્માર્ગ અને સન્માર્ગનો વિવેક પામી શકાય તેવું જ્ઞાન મેળવવા માટે અને પ્રમાદથી પણ ઉન્માર્ગ તરફ ન સરી પડાય એ કારણે, એવા જ હિતૈષીના અનુયાયી અને આજ્ઞાપાલક બનવું જોઈએ, કે જે ગમે તે યોગે પણ પોતાના અનુયાયીનું અને આજ્ઞાપાલકનું અહિત થવા દે નહિ, એટલે કે ઉન્માર્ગે ન જવા દે પણ સન્માર્ગમાં જ સ્થિર કરે અને ક્રમે ક્રમે સન્માર્ગની આરાધનામાં અધિક ઉજમાળ બનાવીને તેનો સંસારથી નિખાર કરે. ધર્મ માટે મરવું સારું ?
આથી જ હું કહું છું કે વિચારો કે ભયંકર જૂઠું બોલીને જીવવા કરતાં હિતકર સાચું બોલતાં મરાય તો પણ ખોટું શું ? લૂંટફાટ કરીને જીવવા કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org