________________
1191
– ૭ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76
– ૧૦૫
છે, તો શકિત પ્રવૃત્તિમાં એમને વાંધો નહિ અને આપણી નિશ્ચિત પ્રવૃત્તિમાં આપણે પ્રયત્નો કરીએ, ખર્ચ કરીએ તે જેમને વ્યર્થ અને ધુમાડો દેખાય, તેઓ મૂર્ખ નથી તો બીજું છે પણ શું ? એવાઓની સોબતથી મળતા માનને લાત મારો. એવાઓના સંસર્ગમાં રહીને જ જીવવાનું મળે તો મરી જવું એ સારું છે પણ જીવવું એ ભૂંડે છે કેમ કે પાપ કરીને જીવવું એના કરતાં વગર પાપે મરવું એ શું ખોટું છે? શ્રી શાલિભદ્રજીની ભાવનાનું રહસ્ય :
ભગવાનની સેવામાં દર દેવ આવ્યો હતો, ત્યારે ભગવાનને, શ્રેણિકને, અભયકુમારને અને કાલસૌકરિકને છીંક આવી, ત્યારે એણે શું કહ્યું હતું ? એ દેવ શ્રી શ્રેણિક મહારાજાની પરીક્ષા કરવા આવ્યો હતો. એણે પ્રભુની પૂજા કરી, પણ દેખાવ એવો કર્યો કે કોઢિયો દેખાય અને જાણે કે પોતાની રસી પ્રભુને ચોપડતો હોય એવું દેખાય. આવું માત્ર શ્રી શ્રેણિક મહારાજને જ દેખાય. આ જોઈને શ્રી શ્રેણિક મહારાજાને ગુસ્સો આવ્યો, અને એને પકડવા નિર્ણય કર્યો. શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ સમકિતી છે, છતાંય આવો દેખાવ જોઈ ગુસ્સો કર્યો ને ? હા, કારણ કે સમ્યક્તનો એ ગુણ છે. આવું જોઈને શક્તિ છતાં પણ ગુસ્સો ન આવે, તો માનવું જોઈએ કે એની દૃષ્ટિ સુંદર બની જ નથી, કારણ કે પોતાના દેવ-ગુરુ-ધર્મનું અપમાન થાય છતાં પણ જેને કાંઈ જ ન લાગે, તે સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ? પોતાના તારકની ગમે તે અને ગમે તેવી અવગણના કરે અને પોતાને કંઈ જ ન લાગે, એનામાં સમ્યક્ત કેમ જ ટકે? કહેવું જ પડશે કે ન ટકે.
હવે એ દેવની હયાતીમાં ભગવાનને છીંક આવી ત્યારે દેવે “મર' કહ્યું : શ્રી શ્રેણિક મહારાજાને છીંક આવી ત્યારે “જીવ' કહ્યું : શ્રી અભયકુમારને છીંક આવી ત્યારે “જીવ યા મર' કહ્યું અને કાલસૌકરિક કસાઈને છીંક આવી ત્યારે “ન જીવ ન મર” એમ કહ્યું. ભગવાનને “મર' કહ્યું, એથી વળી શ્રેણિક રાજાનો ગુસ્સો વધ્યો. એથી એ શુદ્ધ સમ્યગ્દષ્ટિ મહારાજાએ પોતાના નોકરોને એ જાય ત્યારે એને પકડવા હુકમ કર્યો. દેવતા ચાલ્યો કે નોકર પકડવા ગયા, પણ દેવ પકડાય ? એ તો આકાશમાર્ગે ચાલ્યો ગયો. નોકરે આવીને એ જ રીતના ખબર આપ્યા કે રાજાએ ભગવાનને પૂછ્યું કે આ બનાવનો હેતુ શો ? ભગવાને કહ્યું કે “રાજનું ! એ દેવ તારા સમ્યક્તની પરીક્ષા કરવા માટે આવ્યો હતો તે કરીને ગયો.” પછી રાજાએ છીંક આવવાથી દેવે કહેલાં વાક્યોનો આશય પૂક્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org