________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
થવાની તૈયારી ન કરતા. કર્માનુસારિણી મતિ થાય એમાં ના નહિ, ફેરવવાની તાકાત આત્મા ધરાવે છે.
૧૩૦
-
૫
1216
કોઈને મારવાની અશુભ મતિ જાગી, ત્યાં આત્મા વિચારે કે ‘મારવાથી ફાયદો શો ?' માનો કે દુષ્ટ વૃત્તિથી જવાબ પણ મળે કે ‘દુશ્મન ઘટ્યો' પણ ત્યાં આત્મા વિચારે કે ‘શાસ્ત્ર તો કહે છે કે દુશ્મન વધ્યો ત્યાં થાય શું ?'
પણ એને
કોઈએ ગાળ દીધી અને કષાય થાય ત્યારે વિચારવું કે ‘આણે કોઈને ગાળ ન દીધી ને મને કેમ દીધી ? આ કોઈને ન મારે અને મને કેમ મારે ? માટે નક્કી મારો અશુભોદય અને એથી પ્રેરાયેલો એ પોતે પાપ બાંધીને મને સાફ કરે છે, તો એ તો ઉપકારી થયો; વળી જો એ એના અશુભોદયને આધીન થઈ એમ કરતો હોય તો એ પરાધીન ઉપર ગુસ્સો શો ? એ મને ગાળ દે, મારે, પણ કંઈ મારો ધર્મ ઓછો જ લઈ જાય છે ?’ જો આવી વિચારણા કરે તો ગુસ્સો ૨હે ? નિમિત્ત કેવી રીતે ?
Jain Education International
સભા : આપણને જોઈને ગુસ્સો કરે માટે નિમિત્ત આપણે ખરા ને ?
જો એમ નિમિત્તને જવાબદાર ગણશો, તો તો મુક્તિ ગયેલા સિદ્ધોને પણ પાછું આવવું પડશે. સિદ્ધિપદની સ્થાપનાના નિમિત્તે, સિદ્ધના વર્ણનના નિમિત્તે એનું ખંડન કરનારા કરે અને એથી અજ્ઞાનીઓ પાપ બાંધે, એ પાપ જો સિદ્ધને લાગે તો એમને પાછું આવવું પડે ને ? માટે સમજો કે એમ પાપ ન લાગે.
જેને દેખીને પાપી આત્મા દુષ્ટ વિચાર ન કરે, એવી દુનિયામાં કઈ ચીજ છે ? જેને પાપના ઉદયવાળો ન વખોડે, એવી કઈ શુભ ક્રિયા છે ? તેવી જાતના તાવવાળાને કડવી ન લાગે, એવી કઈ મીઠાઈ છે ? કમળાવાળાને પીળી ન લાગે, એવી કઈ વસ્તુ છે ? ઊંટને માટે દ્રાક્ષ કેવી ? મીઠી સાકર પણ ગધેડાને મારે, કારણ ? એ જ કે તે તે આત્માઓની અયોગ્યતા ! માટે સમજો કે સારામાં સારી ચીજ જોઈને પણ અયોગ્ય આત્માઓ તો બળવાના જ !
શ્રી તીર્થંકરદેવ હોય તે સમયે ધોધમાર ધર્મ ચાલતો હોય, ત્યારે પણ ‘આ શું આરંભ્યું છે ?' એમ કહેનારા હોય છે. એ રીતે આજે પણ કોઈ દાતાર પૈસા ખર્ચે, ત્યારે ‘પૈસાનું પાણી કરે છે' એમ કહેનારા હોય, એમાં શું આશ્ચર્ય ? જો કે પ્રભાવનામાં આવેલો સાકરનો પડીઓ પોતે લઈ જાય અને ચાર દિવસ ચહા પીએ, છતાં ‘પ્રભાવના કરનાર પૈસાનું પાણી કરે છે' એમ કહે. સાધર્મિક ભક્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org