________________
૧૪૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
- 10
કહે છે, અને એમાં પરલોકનો પણ સુધારો છે. આ લોકમાં પ્રાણીને - આત્માને કયા પદાર્થ પ્રત્યે અપ્રીત છે ? બંગલા તથા બગીચાથી કંટાળે એવા કેટલા ? ત્યાં સ્થિર બનવાથી પરભવ સુધરે તેમ છે ? નહિ જ.
આથી જ પહેલું આસ્તિક્ય જોઈએ. આસ્તિક્ય વિનાની અનુકંપા એ પણ બહારની છે. એ વસ્તુતઃ આત્માની દયા નથી. ભૂખ્યા-તરસ્યાને, બીમારને કે સાધનહીનને જોઈને મિથ્યાદૃષ્ટિને દયા આવે, પણ એટલા પૂરતી જ આવે. દુઃખીને જોઈને કંપારી શાની થાય છે ? વિચારશો તો સમજાશે કે દુઃખ નથી જોવાતું અને ભય તથા ત્રાસ લાગે છે તેથી. એટલે વાસ્તવિક રીતે એ પરિણામ દયાનાં જ છે એમ નથી. કારણ કે દયાનાં પરિણામ જુદાં છે. વ્યાધિનું સ્વરૂપ, હેતુ અને સાધન સમજે તો સાચી દયા આવે, બાકી મોટે ભાગે આ તો ભયની ચેષ્ટાને દયાની ચેષ્ટા મનાય છે. દયાના સ્વરૂપને સમજનાર બીમારને દેખીને કંપે નહિ ! વિચારો કે શ્રી તીર્થંકરદેવમાં દયા કેટલી હોય ? દયાળુ છે ને ! કેવલજ્ઞાન થયા બાદ દુઃખિતને-પીડિતને હથેલીમાં રહ્યાની જેમ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે, છતાં તે તારક કંપે ? એટલાં જો આપણી સામે ખડા હોય, તો આપણાથી જિવાય ? પાંચ-પચાસ દુઃખી ભેગાં થયા હોય, ત્યાં બે કલાક પણ તમે રહી શકો ? ત્રાસ થાય, એટલે કે પ્રાયઃ એ ત્રાસ છે, પણ વસ્તુતઃ દયા નથી. દુઃખના સ્વરૂપને તથા હેતુને જાણનાર સમ્યગ્દષ્ટિ ઉપચાર કરે, સહાય કરે, પાપથી બચાવવાની યોજના કરે, પણ મૂંઝાય નહિ. દરદ દેખી એને ત્રાસ ન થાય એટલે કે મૂંઝવણ ન થાય. વાસ્તવિક દયા તો આવે જ, બાકી સડવું, પડવું એ તો શરીરનો ધર્મ છે, એમ સમ્યગ્દષ્ટિ માને એટલે શરીરનો ધર્મ શરીર બજાવે એમાં ત્રાસજન્ય કંપારી શાની ? જેન એટલે ક્ષત્રિય ?
સભા : દુઃખીનો તિરસ્કાર થાય ?
દુઃખીનો તિરસ્કાર કરવા જેવી અધમતા બીજી કઈ છે? દુઃખીને તો હાથ ફેરવાય, પંપાળાય પણ એનું અપમાન ન કરાય. શ્રી જૈનશાસનમાં તો પતિત પ્રત્યે પણ તિરસ્કાર વૃત્તિનો અભાવ છે, માત્ર વિરોધીને છોડીને. હૃદયમાં તો ત્યાં પણ તિરસ્કાર નથી, પણ આ બહારની ક્રિયાની વાત છે. વિરોધી તો ધર્મને પણ કલંકિત કરવાની પેરવી કરી રહ્યા છે, એટલે બહારની ક્રિયા તો એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org