________________
૫૮
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
114
દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ, અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી.' આ સ્થિતિમાં એ સાચું જ છે કે ઉપકારીઓના કથન મુજબ એવા પામર આત્માઓ કોઈ પણ રીતે “મોક્ષ' એટલે “દુઃખોનો અપગમ' અથવા તો “મોક્ષનું કારણ જે સંયમાનુષ્ઠાન તેને પામી શકતા નથી.
હવે; જ્યારે એ પામર આત્માઓ “દુઃખોના અપગમને અથવા તો મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામતા, ત્યારે શું પામે છે ?' એ બતાવતાં સ્ત્રાવયવની અવતરણિકા, તે સૂત્રાવયવ અને તેનો અર્થ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે
"दुःखविमोक्षाभावे च यथा नानाव्याध्युपसृष्टाः संसारोदरे प्राणिनो विवर्तन्ते तथा दर्शयितुमाह -
“સદ પણ તેદિ કુર્દિ ગાવા ગાવા” 'अथ' इति वाक्योपन्यासार्थे ‘पश्य' त्वं तेषूच्चावचेषु कुलेषु, 'आत्मत्वाय' ગાર્નીકુવા ગાતા: ”
“દુખનો વિમોક્ષ એટલે ‘દુઃખનો સર્વથા નાશ' તેની પ્રાપ્તિના અભાવમાં વિવિધ પ્રકારની વ્યાધિઓ રૂપ ઉપસર્ગોથી રિબાતાં પ્રાણીઓ, સંસારોદરમાં જે રીતે વર્તે છે, તે દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે
“સદ પાસ તૈદિદિ ગાયત્ત નાયા” “આ સૂત્રાવયવમાં પ્રથમ જે ‘મથ' શબ્દ છે તે વાકયના ઉપન્યાસ માટે છે, એટલે “અથ' શબ્દથી વાક્યનો ઉપવાસ કરીને સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
“હે ભવ્ય ! તું જો તે ઉચ્ચ નીચ કુળોમાં સઘળાંય પ્રાણીઓ માત્મત્વીય' એટલે પોતાનાં કર્મોનો અનુભવ કરવા માટે ઉત્પન્ન થયેલાં છે.”
આ પછી; "तदुदयाच्चेमा अवस्थामनुभवन्तीत्याह - षोडश रोगवक्तव्यानुगतं श्लोकत्रयम्"
તે પોતાના કર્મના ઉદયથી સંસારમાં ભટકી રહેલા પ્રાણીઓ આવી જાતની અવસ્થાને અનુભવે છે, એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સોળ રોગોના વક્તવ્યને કહેતા ત્રણ શ્લોકો કહ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org