Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૯ (જિલ્લો ગાંધીનગર) ગુજરાત ફોન : ૦૨૭૧૨ - ૭૬૨૧૯ પ્રેરક : પૂ. શ્રી આત્માનંદજી ઉદેશ અને પ્રવૃત્તિઓ સંસ્થાના મુખ્ય ઉદેશો : (૧) ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. (૨) અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-પ્રકાશન-અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાથ્ય માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ : (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભકિત તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૨,000 ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ચાળીસ જેટલા નાના-મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. આત્મધર્મને ઉપદેશ, સંસ્થાનું ‘દિવ્યધ્વનિ' નામનું આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૮ વર્ષથી પ્રગટ થાય છે, જેની કુલ સભ્યસંખ્યા ૫,૦૦૦થી વધુ છે. આ ઉપરાંત શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ સાંસ્કારિક - આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વખતોવખત થતી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152