Book Title: Adhyatma Pathey Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ પ્રાક કથન શિષ્ટ, સાત્ત્વિક, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક માર્ગમાં ઉપયોગી સત્સાહિત્ય સમાજના વિવિધ વર્ગોની સેવામાં રજુ કરવાની આ સંસ્થાની નીતિ તેના ઉદ્ગમકાળથી જ રહી છે. નાના-મોટાં ચાળીસ (૪૦) ઉપરાંત ગ્રંથો અત્યાર સુધીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. કેટલાક પ્રકાશનોના છ-સાત સંસ્કરણો બહાર પાડવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે, જેથી તે પ્રકાશનોની ઉપયોગિતા સહેજે સમજી શકાય છે. આજે અધ્યાત્મ પાથેય’ એ નામથી સંગ્રહિત થયેલો આ ગ્રંથ સાધક-મુમુક્ષુઓની સેવામાં રજુ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. ગ્રંથના બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, પરમ તત્ત્વજ્ઞ અને આધ્યાત્મિક યુગપુરુષ શ્રીમદ્ રાજચન્દ્રજીના ઉત્તમ કોટિના ગદ્યસાહિત્યમાંથી ચૂંટેલા પ્રકીર્ણ ૧૦૮ સર્વચનો અવતરિત કર્યા છે. આ કાર્ય સ્વાધ્યાયના એક ભાગરૂપે જ કરેલું હોવાથી તેની ગોઠવણી વિષયવાર રાખેલી નથી. સહજપણે જે જે વચનો સાધકને પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, લાલબત્તી ધરે અને વર્તમાન દેશકાળની દૃષ્ટિએ તેને આધ્યાત્મિક જીવનવિકાસની વૃદ્ધિ કરવામાં વિશિષ્ટપણે ઉપકારી થાય તેવાં વચનોને ચૂંટી ચૂંટીને સંગ્રહિત કર્યા છે. સ્વાભાવિકપણે જ મૂળ મહાપુરુષની ઊંડી આત્માનુભૂતિમાંથી નિકળેલાં આ પ્રકીર્ણ વચનામૃતો બધી કક્ષાના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર - દીવાદાંડી સમાન દિગ્દર્શન કરાવે તેવાં છે. સત્સંગ, સલ્ફાસ્ત્ર, ભક્તિ, પ્રત્યક્ષ જ્ઞાનીની ઓળખાણ, તેમનો પરિચય અને સમાગમ, તેમ જ સમર્પણ ભાવ અને સત્પાત્રતાની પરમોપકારિતા, દેશકાળનો વિચાર, આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સહજ-સરળ ઉપાયો, મુમુક્ષતાની ભિન્ન ભિન્ન શ્રેણિઓ આદિ અનેક આધ્યાત્મિક વિષયો ઉપર આ વચનો અધિકૃત અને સર્વાગી પ્રકાશ પાડે છે. બીજા વિભાગમાં આ સંસ્થાના પ્રેરક પૂજ્ય સંતશ્રી આત્માનંદજીના પ્રકીર્ણ બોધ-વચનોને સંગ્રહિત કર્યા છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની તેઓશ્રીની છેલ્લા ૨૫ વર્ષની વિશિષ્ટ, પ્રબુદ્ધ અને સતત સાધનાનું, તેમના નિર્મળ અભિપ્રાયનું, તેમજ તેઓશ્રીના બહુ આયામી સહજ પરોપકારક વ્યક્તિત્વનું આ વચનોમાં પ્રતિબિંબ પડે છે. તેઓએ મોક્ષમાર્ગની સિદ્ધિ માટે સેવેલાં જુદાં જુદાં સત્સાધનોનો પણ આ વચનોમાં આપણને ઠીક ઠીક પ્રમાણમાં પરિચય થઈ જાય છે. આ અણુયુગમાં, દેહના ડૉક્ટરમાંથી આત્માના ડૉક્ટરમાં પરિવર્તિત થયેલા તેઓશ્રીના વૈજ્ઞાનિક, ક્રમિક અને ન્યાયયુક્ત જીવન-અભિગમની જો આપણને આ વચનો દ્વારા કાંઈક ઝાંખી થાય તો તે આપણા માટે શ્રેયસ્કર અને પ્રેરક બની રહેશે એમ અમે માનીએ છીએ. સુપાત્ર સાધકે આ ગ્રંથમાં સંગ્રહિત કરેલાં સમસ્ત વચનો માત્ર વાંચવાના જ નથી, પરંતુ તે વચનોનો સૂક્ષ્મ અભ્યાસ પણ કરવાનો છે અને બને તો સત્સંગના યોગે કે વિશેષ જ્ઞાનીના સમાગમે, સમજી સમજીને, વિચારી વિચારીને તેના ભાવોને હૃદયમાં સ્થિત કરવાનાં છે. આમ કરવાથી આત્મભ્રાંતિરૂપ અંધકાર દૂર થશે, સાધકના દૈનિક જીવનમાં અનેક સગુણોની મહેક પ્રસરશે, સર્વ મનુષ્યો સાથે પ્રેમ અને વાત્સલ્ય પ્રગટશે અને ક્રમે કરીને કામક્રોધાદિ ભાવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 152