________________
મહાકવિ ન્હાનાલાલની. યોર્ગાન૪ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને અંજલિ
એ તો ખરેખર સાગર હતો.” “એવો સાધુ સંધને પચાસ વર્ષોએ મળો તો સંઘના સદ્ભાગ્ય.”
એ તો સાચો સંન્યાસી હતો.” “એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી.”
બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રગાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.”
“એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહથંભ,યોગેન્દ્ર જેવી દાઢી !”
“એમનો જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભુસાશે નહિ જ.”
આનંદઘનજી પછી આવા અવધૂત જૈન સમાજમાં થોડા જ થયા હશે.”
- સૌજન્ય
0 શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ
ગોદાવરી નગર, વાસણા, અમદાવાદ