Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 5
________________ सोहणेण अप्पा उ णिम्मलो होइ બની જાય છે. - એક સંતને કોઈએ પ્રશ્ન પૂછ્યો, “તમે વિવેક કોની પાસેથી શીખ્યા ?’’ સંતે સ્મિત કરીને જવાબ આપ્યો, “અવિવેકીઓ પાસેથી. એમનું જે જે અવિવેકભર્યું વર્તન હું જોતો, એમાંથી મને પ્રેરણા મળતી કે આવું આવું બિલ્કુલ કરવા જેવું નથી.’’ કર્મમળની શુદ્ધિ થવાથી આત્મા નિર્મળ સંસાર અને અધ્યાત્મ વચ્ચે આમ તો લાખો કિલોમીટરોનું અંતર છે, પણ જો આપણી પાસે સબુદ્ધિ હોય, તો સંસાર જ અધ્યાત્મનું ઉદ્ગમબિંદુ બની જાય છે. ભલે ને સંસારમાં રાગના લાખો તોફાનો હોય, વિવેકી માટે તો એ જ વિરાગનું પ્રબળ નિમિત્ત બની જાય છે. પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં ખરું જ કહ્યું છે दुःखमेव सर्वं विवेकिनः । વિવેકની આંખે જોતા તો સંસારમાં સુખોનો ધોધમાર વરસાદ વરસતો હોય, એમાં ય દુઃખના દાવાનળ સિવાય બીજું કશું જ દેખાતું નથી. સુખ સંસારમાં છે જ નહીં, સુખ છે માત્ર ને માત્ર અધ્યાત્મ અને વૈરાગ્યમાં. દ્વાત્રિંશિકા ગ્રંથમાં પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ કહે છે — 李 - विरागहेतुप्रभवं न चेत् सुखं न नाम तत्किञ्चिदिति स्थिता वयम् । જે સુખના મૂળમાં વૈરાગ્ય નથી એ સુખ સાવ જ પોકળ છે. સાવ જ બોગસ છે. ખરા અર્થમાં કહીએ તો એ સુખ જ નથી. ચાલો, વૈરાગ્યની વાટે જઈએ, અધ્યાત્મયાત્રાને આગળ ધપાવીએ, સુખી થવાનો ઉપાય . આના સિવાય બીજો કોઈ જ નથી. ૫ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84