Book Title: Aa Che Sansar Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 3
________________ આ છે સંસાર * અધ્યાત્મનું ઉદ્ગમબિંદુ # तदेवं निर्दम्भाऽऽचरणपटुना चेतसि भव - स्वरूपं सञ्चिन्त्य क्षणमपि समाधाय सुधिया । इयं चिन्ताऽध्यात्म-प्रसरसरसीनीरलहरी सतां वैराग्याऽऽस्था-प्रियपवनपीना सुखकृते ॥१॥ આ અધ્યાત્મની ભૂમિકા, અધ્યાત્મની વ્યાખ્યા અને સરળતાનું સોપાન ત્રણ અધિકારને પામ્યા બાદ હવે સમજુ વ્યક્તિએ શાંત મને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. અધ્યાત્મ એક સરોવર છે. આ ચિંતન એનો ભીનો ભીનો પવન છે ને વૈરાગ્યની આસ્થા એ પવનને વધુ સમૃદ્ધ બનાવે છે. જેનું પરિણામ આનંદ સિવાય બીજું કશું જ નથી. ||૧|| ૧ — ૩ આજથી લગભગ ૩૨૫ વર્ષ પહેલા થઈ ગયેલ એક મહાપુરુષ એટલે જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા. એમની ભીતરમાં ઉભરાતા જ્ઞાનના મહાસાગરને એમણે સેંકડો ગ્રંથોમાં ઠાલવ્યો હતો. એકથી એક ચડે એવા ગ્રંથોની રચના કરતા કરતા અધ્યાત્મના વિષયમાં એમણે એક અદ્ભુત ગ્રંથની રચના કરી. જેનું નામ છે અધ્યાત્મસાર. એકવીશ અધિકાર અને લગભગ સાડા નવસો ગાથાઓમાં પથરાયેલા આ મહાગ્રંથમાં અનેકાનેક વિષયો પર સોનેરી પ્રકાશ પ્રસારેલો છે. જેમાં ચોથો અધિકાર એટલે કે 4th chapter છે ભવસ્વરૂપચિંતન અધિકાર. સંસારનો આમાં પર્દાફાશ છે. સંસારના એક એક પાસાની એક એક પોલ આમાં ઉઘાડી પાડી છે. આપણે જેને સંસાર કહીએ છીએ, તે હકીકતમાં શું છે ? આપણે જેને સુખની ખાણ સમજીએ છીએ એના પેટાળમાં શું ભરેલું છે ? આપણે આખી ય જિંદગી જેની પાસે સુખની ભીખ માંગવા માટે હાથ લંબાવતા જ રહીએ છીએ, એ હકીકતમાં આપણને શું આપે છે ? જેની પાછળ આપણે ભવોભવ બરબાદ કરતા આવ્યા છીએ એની ખરી લાયકાત શું છે ? આ બધી 楽 આ છે સંસારPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 84